Home /News /sport /ધોનીની ટીમના પૂર્વ ખેલાડીએ થાકીને લઈ લીધી નિવૃત્તિ, પહેલા રેગ્યુલર રમતો, 2018 પછી ટીમ ઈન્ડિયામાં નથી મળ્યું સ્થાન

ધોનીની ટીમના પૂર્વ ખેલાડીએ થાકીને લઈ લીધી નિવૃત્તિ, પહેલા રેગ્યુલર રમતો, 2018 પછી ટીમ ઈન્ડિયામાં નથી મળ્યું સ્થાન

murli vijay retirement

MURALI VIJAY RETIREMENT: ભારતીય ટેસ્ટ ટીમના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન એવા ભારતીય ઓપનર મુરલી વિજયે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. 

MURLI VIJAY RETIRED: ન્યુઝીલેન્ડ સામે ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ટી20 સીરીઝ રમી રહી છે. આ દરમિયાન ઘણા સમયથી ટીમની બહાર રહેલા ઓપનરે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને આશ્ચર્યચકિત કરી દીધી હતી. ટીમ ઈન્ડિયાના નિયમિત ઓપનરની ભૂમિકામાં અહી ચૂકેલા આ ખેલાડીને 2018થી પસંદગીકારોએ ટીમમાં તક આપી નથી. ભૂતકાળમાં પણ આ મામલે તેણે પોતાની વાત રાખી હતી, પરંતુ હવે તેમણે નિવૃત્તિ લઈને તમામ વાતો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.
 ભારતીય ટેસ્ટ ટીમના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન એવા ભારતીય ઓપનર મુરલી વિજયે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ અને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં મહેન્દ્ર સિંહ ધોની સાથે રમનાર આ ખેલાડી હવે ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ રમતા જોવા મળશે નહીં. સોમવારે, 30 જાન્યુઆરીએ, તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ રાખતા આ માહિતી શેર કરી.







મુરલીએ એક સોશ્યલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે, આજે હું ખૂબ જ સન્માન સાથે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરું છું. 2002 થી 2018 સુધીના મારા જીવનના વર્ષો શ્રેષ્ઠ હતા. મને મારા દેશ માટે રમવાનું સન્માન મળ્યું. મને રમવાની તક આપવા માટે હું BCCI, તમિલનાડુ ક્રિકેટ એસોસિએશન અને ચેન્નાઈ સુપર કિંગ્સનો ખૂબ આભારી છું.

આ પણ વાંચો: RAVINDRA JADEJA: રણજીમાં બાપુની વાપસી! રવિન્દ્ર જાડેજાએ બોલાવ્યો સપાટો, એકસાથે જુઓ કેટલી વિકેટ ઝડપી

આંતરરાષ્ટ્રીય કારકિર્દી કેવી હતી

મુરલી વિજયને વર્ષ 2008માં ભારત માટે ડેબ્યૂ કરવાની તક મળી હતી. તેણે દેશ માટે કુલ 61 ટેસ્ટ, 17 વનડે અને 9 ટી20 મેચ રમી હતી. ટેસ્ટમાં મુરલીએ 38.29ની એવરેજથી 3982 રન બનાવ્યા, જેમાં 12 સદી સામેલ છે. વનડેમાં તેના કુલ 339 રન બનાવ્યા છે. T20ની વાત કરીએ તો અહીં મુરલીએ માત્ર 169 રન બનાવ્યા હતા. ડિસેમ્બર 2018માં તેણે ઓસ્ટ્રેલિયા સામે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી.

First published:

Tags: Indian cricketer, Murali vijay, Retirement, ક્રિકેટ

विज्ञापन