Home /News /sport /ઓલિમ્પિક ગેમ્સની તૈયારી કરી રહેલા યુવા એથ્લીટની ક્રૂર હત્યા, 200થી વધારે મેડલ જીતી ચૂક્યો હતો મૃતક

ઓલિમ્પિક ગેમ્સની તૈયારી કરી રહેલા યુવા એથ્લીટની ક્રૂર હત્યા, 200થી વધારે મેડલ જીતી ચૂક્યો હતો મૃતક

ફરિદાબાદના સેક્ટર-12 ખેલ પરિસરથી પ્રેક્ટિસ કરીને પોતાના ઘરે જઈ રહેલા 16 વર્ષીય પ્રિયાંશુની કેટલાક અજાણ્યા હુમલાખોરોએ ચપ્પના ઘા મારીને નિર્મમ હત્યા કરી દીધી

Haryana Murder - પરિવારજનોનો આરોપ છે કે તેમના પુત્રની હત્યા સતત મેડલ જીતવાના કારણે કરવામાં આવી હોઇ શકે છે. કારણ કે તેના સાથી ખેલાડીઓને તેની ઇર્ષા થતી હતી

    ફરિદાબાદ : હરિયાણાના (haryana)ફરિદાબાદ જિલ્લામાં ઓલિમ્પિક ગેમ્સની (olympic games)તૈયારી કરી રહેલા યુવા એથ્લીટની ચપ્પાના ઘા મારીને ક્રુર હત્યા (murder)કરવામાં આવી છે. મૃતક ખેલ પ્રતિયોગિતાઓમાં 200થી વધારે મેડલ જીતી ચૂક્યો છે. પરિવારજનોનો આરોપ છે કે ખેલ સ્પર્ધાઓમાં સતત શાનદાર પ્રદર્શનના કારણે તેની હત્યા કરવામાં આવી છે. પોલીસે કેસ નોંધીને તપાસ શરુ કરી દીધી છે.

    ફરિદાબાદના સેક્ટર-12 ખેલ પરિસરથી પ્રેક્ટિસ કરીને પોતાના ઘરે જઈ રહેલા 16 વર્ષીય પ્રિયાંશુની કેટલાક અજાણ્યા હુમલાખોરોએ ચપ્પના ઘા મારીને નિર્મમ હત્યા કરી દીધી છે. હાલ હત્યાના કારણની માહિતી સામે આવી નથી. પોલીસે તપાસ શરુ કરી છે.

    બતાવવામાં આવી રહ્યું છે કે ફરિદાબાદની સંજય કોલોનીમાં રહેતો પ્રિયાંશુ દરરોજની જેમ ફરિદાબાદ સેક્ટર-12 ખેલ પરિસરથી પોતાની પ્રેક્ટિસ કરીને ઘરે જઈ રહ્યો હતો. ત્યારે સેક્ટર-12 પાસે કેટલાક અજાણ્યા લોકો દ્વારા પ્રિયાંશુ પર ચપ્પાથી પ્રહાર કરવામાં આવ્યો હતો. જેમાં પ્રિયાંશુનું મોત થયું હતું. પ્રિયાંશુ એક ઉભરતો ખેલાડી હતો જે ઓલિમ્પિકની જોરદાર તૈયારીઓ કરી રહ્યો હતો. આ પહેલા પ્રિયાંશુએ લગભગ 200 સ્પર્ધક મેડલ મેળવીને પોતાના પરિવાર અને ફરિદાબાદનું નામ રોશન કર્યું હતું.

    આ પણ વાંચો - વિરાટ કોહલીને વર્લ્ડ કપ જીતાડનાર સાથીનો મળી ગયો સાથ, હવે બોલરોની લાગશે ક્લાસ

    પરિવારજનોનો આરોપ છે કે તેમના પુત્રની હત્યા સતત મેડલ જીતવાના કારણે કરવામાં આવી હોઇ શકે છે. કારણ કે તેના સાથી ખેલાડીઓને તેની ઇર્ષા થતી હતી. જોકે પોલીસે મૃતકનું પોસ્ટ મોર્ટમ કરાવીને કેસ નોંધ્યો છે. આરોપીઓની શોધખોળ શરુ કરી છે.

    ફરિદાબાદના પોશ વિસ્તારમાં થયેલી આ ખેલાડીની હત્યા પછી પોલીસની કાર્યપ્રણાલી ઉપર પણ સવાલો ઉભા થયા છે. લોકો પૂછી રહ્યા છે કે હંમેશા સેવા સુરક્ષા સહયોગનો નારો આપનાર પોલીસને પેટ્રોલિંગ ક્યાં છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Haryana Crime, Haryana News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन