વિજય ઇંગ્લેન્ડમાં રમશે, બોલ્યો - ટીમ ઇન્ડિયામાં વાપસી માટે દબાણ નથી

News18 Gujarati
Updated: August 31, 2019, 9:45 PM IST
વિજય ઇંગ્લેન્ડમાં રમશે, બોલ્યો - ટીમ ઇન્ડિયામાં વાપસી માટે દબાણ નથી
વિજય ઇંગ્લેન્ડમાં રમશે, બોલ્યો - ટીમ ઇન્ડિયામાં વાપસી માટે દબાણ નથી

વિજય ભારત માટે અંતિમ મેચ ડિસેમ્બર 2018માં પર્થમાં ઓસ્ટ્રેલિયા સામે રમ્યો હતો

  • Share this:
ભારતીય ટીમમાંથી બહાર ચાલી રહેલા મુરલી વિજયે શનિવારે કહ્યું હતું કે રાષ્ટ્રીય ટીમમાં વાપસી માટે તે કોઈ દબાણમાં નથી. તે જે પણ ટીમ સાથે રમી રહ્યો છે તેના માટે યોગદાન આપવા માંગશે. વિજયે ઇંગ્લેન્ડની કાઉન્ટી ક્રિકેટ સમરસેટ ટીમ તરફથી રમવા માટે ભારતથી રવાના થતા પહેલા આ નિવેદન કર્યું હતું. વિજય ભારત માટે અંતિમ મેચ ડિસેમ્બર 2018માં પર્થમાં ઓસ્ટ્રેલિયા સામે રમ્યો હતો. આ પછી તે ભારતીય ટીમનો સભ્ય નથી.

ગત વર્ષે સાવ રહ્યો ફ્લોપ
ગત વર્ષે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ફ્લોપ રહ્યા પછી તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં 4 ટેસ્ટમાં તેનો બેસ્ટ સ્કોર 20 રન હતો. આ દરમિયાન તેની એવરેજ ફક્ત 18.80ની રહી હતી.

આ પણ વાંચો - બસ કંડક્ટરના પુત્રને ટીમ ઇન્ડિયામાં મળ્યું સ્થાન, સચિનને કરી ચૂક્યો છે આઉટ

મેં ચાર વખત વાપસી કરી છે, કોઈ દબાણ નથી
વિજયે જૂનિયર સુપર કિંગ્સ ટૂર્નામેન્ટના લોન્ચ સમયે પત્રકારોને કહ્યું હતું કે નિશ્ચિત રુપથી હું પોતાના સપનાને કોઈ સીમા આપતો નથી. હું ભારતીય ટીમમાં સ્થાન બનાવવા માટે કોઈ દબાણમાં નથી. મેં રાષ્ટ્રીય ટીમમાં ચાર વખત વાપસી કરી છે. હું હાલ જે સ્થાને છું તેનો આનંદ ઉઠાવી રહ્યો છું. હું પોતાની તૈયારીઓ પ્રત્યે ઇમાનદાર છું. આ ટીમની રમત છે અને હું જાણું છું કે કેવી રીતે વાપસી કરવાની છે. મેં આવું પહેલા પણ કર્યું છે.ટીમ ઇન્ડિયા તરફથી રમ્યો છે 61 ટેસ્ટ
35 વર્ષના આ ખેલાડીએ 61 ટેસ્ટમાં 38.28ની એવરેજથી 3982 રન બનાવ્યા છે. જેમાં તેનો બેસ્ટ સ્કોર 167 રહ્યો છે. તે હવે ઇંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટમાં સમરસેટ તરફથી રમશે. ગત સિઝનમાં તે અસેક્સ તરફથી રમ્યો હતો અને શાનદાર પ્રદર્શન કર્યું હતું. જોકે હવે વધી રહેલી ઉંમર ટીમ ઇન્ડિયામાં વાપસી માટે અવરોધમાં છે.
First published: August 31, 2019, 9:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading