મુંબઈનું પ્રખ્યાત વાનખેડે સ્ટેડિયમ ક્વૉરન્ટાઇન સેન્ટરમાં ફેરવવામાં આવશે

News18 Gujarati
Updated: May 15, 2020, 11:22 PM IST
મુંબઈનું પ્રખ્યાત વાનખેડે સ્ટેડિયમ ક્વૉરન્ટાઇન સેન્ટરમાં ફેરવવામાં આવશે
મુંબઈનું પ્રખ્યાત વાનખેડે સ્ટેડિયમ ક્વૉરન્ટાઇન સેન્ટરમાં ફેરવવામાં આવશે

જો સ્ટેડિયમને ક્વૉરન્ટાઇન સેન્ટર તરીકે ઉપયોગ કરવા માટે ના આપવામાં આવે તો ભારતીય દંડ સંહિતાની કલમ188 અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે

  • Share this:
મુંબઈ : મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ(Coronavirus)ના વધી રહેલા મામલાને જોતા બીએમસીએ (BMC)મુંબઈ ક્રિકેટ એસોસિયેશન (Mumbai Cricket Association)ને પ્રખ્યાત વાનખેડે સ્ટેડિયમ સોંપવાનો નિર્દેશ આપ્યો છે. કોરોના સંક્રમિત દર્દીઓ માટે વાનખેડે સ્ટેડિયમને ક્વૉરન્ટાઇન સેન્ટરમાં (Quarantine Center)ફેરવવામાં આવશે.

બીએમસીએ કહ્યું છે કે વાનખેડે સ્ટેડિયમ (Wankhede Stadium)નો ઉપયોગ નિગમના આપાત સ્ટાફ અને કોવિડ 19(Covd-19) ના પોઝિટિવ પણ એસિમ્ટોમેટિક (જેનામાં લક્ષણ જોવા મળ્યા ન હોય) દર્દીને ક્વૉરન્ટાઇન કરવા માટે કરવામાં આવશે. મુંબઈ ક્રિકેટ એસોસિયેશને પણ સહાયતા આશ્વાસન આપ્યું છે. MCAને લખેલા એક પત્રમાં MCGMના સહાયક આયુક્તે કહ્યું કે જે રીતે હોટલ-લોજ, ક્લબ, કોલેજ, પ્રદર્શની કેન્દ્ર, મેરેજ હોલ, જિમખાના, બેન્કેટ હોલ તત્કાલ પ્રભાવથી સોંપવામાં આવે છે. તેવી રીતે સ્ટેડિયમને ક્વૉરન્ટાઇન સેન્ટરમાં ફેરફાર કરવાનો આદેશ જારી કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો - લૉકડાઉન 4.0 માં મળી શકે છે આ છૂટ, 11 રાજ્ય કરી રહ્યા છે આવું પ્લાનિંગ

પત્રમાં આગળ લખ્યું છે કે યોગ્ય સમયે યોગ્ય કિંમતે તમારા પરિસરના ઉપયોગ માટે રકમ અલગથી આપવામાં આવશે. સાથે એ પણ કહ્યું છે કે જો સ્ટેડિયમને ક્વૉરન્ટાઇન સેન્ટર તરીકે ઉપયોગ કરવા માટે ના આપવામાં આવે તો ભારતીય દંડ સંહિતાની કલમ188 અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે.

આ મુદ્દે એએમસી સચિવ સંજય નાઇકે કહ્યું હતું કે અમને પત્ર મળી ગયો છે. અમે અધિકારીઓના નિર્દેશોના પાલનની રાહ જોઈ રહ્યા છીએ. અમે દરેક સંભવ સહયોગ કરીશું. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં કુલ કોરોના કેસની સંખ્યા 21,476 છે.
First published: May 15, 2020, 11:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading