હૈદરાબાદે લો સ્કોરવાળી મેચમાં મુંબઈને 31 રને આપી માત

News18 Gujarati
Updated: April 25, 2018, 12:25 AM IST
હૈદરાબાદે લો સ્કોરવાળી મેચમાં મુંબઈને 31 રને આપી માત

  • Share this:
મુંબઈ અને હૈદરાબાદ વચ્ચે થયેલી મેચમાં હૈદરાબાદે મુંબઈને હરાવતા 34 રને જીત મેળવી લીધી હતી. મુંબઈ ઈન્ડિયન્સ અને હૈદરાબાદ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુકાબલો થયો હતો. જેમાં મુંબઈએ ટોસ જીતીને હૈદરાબાદને બેટિંગ આપી હતી. હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતાં 18.4 ઓવરમાં માત્ર 118 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. જેમાં હૈદરાબાદ તરફથી યુસુફ પઠાણ અને કેન વિલિયમ્સને 29-29 રનની ઈનિંગ રમી હતી. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી મકરંદ હાર્દિક પંડ્યા અને મિચેલ મેક્લેઘને બે-બે વિકેટ ઝડપી હતી. તે ઉપરાંત જસપ્રીત બૂમરાહ અને મુસ્તફિઝૂરને એક-એક વિકેટ મળી હતી.

હૈદરાબાદે આપેલા 118 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલ મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત ખરાબ થઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સ પણ માત્ર 87 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. મુંબઈ તરફથી સૂર્યકુમારે 34 અને કૃણાલ પંડ્યાએ 24 રનની ઈનિંગ રમી હતી. તે સિવાય મુંબઈનો એકપણ ખેલાડી બે આંકડાનો સ્કોર બનાવી શક્યો નહતો. હૈદરાબાદ તરફથી સનદીપ શર્માએ 3 ઓવરમાં એક વિકેટ ઝડપી હતી. સિદ્ધાર્થ કૌલે ચાર ઓવરમાં 23 રન આપીને ત્રણ વિકેટ પોતાના નામે કરી હતી. રાશીદ ખાને શાનદાર સ્પેલ નાંખતા 4 ઓવરમાં માત્ર 11 રન આપીને બે વિકેટ ઝડપી હતી. જ્યારે બશીલ થમ્પીએ 1.5 ઓવરમાં 4 રન આપીને બે વિકેટ પોતાના નામે કરી હતી.

આઈપીએલ 2018માં મુંબઈ ઈન્ડિયન્સ જોઈએ તેવો દેખાવ અત્યાર સુધી કરી શકી નથી. પાંચ મેચો માત્ર તેના ભાગમાં માત્ર એક જીત આવી છે, જ્યારે ચાર મેચોમાં તેને હારનો સામનો કરવા પડ્યો હતો. જીતની પટરી પર પાછા ફરવા માટે મુંબઈ પોતાના ઘર વાનખેડે સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ટકરાઈ રહી છે. મુંબઈએ ટોસ જીતીને હૈદરાબાદને બેટિંગનું આમંત્રણ પણ આપી દીધું છે.

હૈદરાબાદને પણ પાછળની બે મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. તેવામાં તે પણ હારની હેટ્રિક લગાવવા ઈચ્છશે નહી, તેવામાં આજનો મુકાબલો રોમાંચક બની રહેશે.

સનરાઈઝર્સ હૈદરાબાદ (પ્લેઈંગ ઈલેવન): રિદ્ધિમાન સાહા (વિકેટકિપર), શિખર ધવન, કેન વિલિયમ્સન (કેપ્ટન), મનીષ પાંડે, શકીબ અલ હસન, યુસુફ પઠાણ, મોહમ્મદ નબી, રશીદ ખાન, બેસિલ થમ્પી, સંદીપ શર્મા, સિદ્ધાર્થ કૌલ

મુંબઈ ઈન્ડિયન્સ (પ્લેઈંગ ઈલેવન): સૂર્યકુમાર યાદવ, ઈવિન લેવિસ, ઈશાન કિશન (વિકેટ કિપર), રોહિત શર્મા (કેપ્ટન), કિરોન પોલાર્ડ, કૃણાલ પંડ્યા, હર્દિક પંડ્યા, મિશેલ મેકક્લેઘન, મયંક મકરંદ, જસપ્રિત બૂમરહાગ, મુસ્તાફિઝુર રહેમાન 
First published: April 24, 2018, 7:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading