Home /News /sport /MI vs PBKS IPL 2021: પંજાબ સામે મુંબઈનો 6 વિકેેટે વિજય, હાર્દિક પંડ્યાએ મારી જીતની સિક્સર
MI vs PBKS IPL 2021: પંજાબ સામે મુંબઈનો 6 વિકેેટે વિજય, હાર્દિક પંડ્યાએ મારી જીતની સિક્સર
મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો,
IPL 2021, Mumbai Indians vs Punjab Kings Live Cricket Score: મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, જ્યારે પંજાબને બેટિંગ કરવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું.
નવી દિલ્હી: IPL 2021 ની 42 મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે (MI) પંજાબ કિંગ્સને 6 વિકેટે હરાવ્યું હતું. મુંબઈએ બીજા તબક્કામાં પ્રથમ જીત નોંધાવી. મુંબઈની જીતના હીરો હાર્દિક પંડ્યા (Hardik Pandya) હતો, જેણે 30 બોલમાં અણનમ 40 રન બનાવ્યા હતા. પોલાર્ડે 7 બોલમાં અણનમ 15 રન પણ રમ્યા હતા. ડી કોકે પણ 27 રનની ઇનિંગ રમી હતી. પહેલા બેટિંગ કરતા પંજાબે 20 ઓવરમાં 6 વિકેટે 135 રન બનાવ્યા હતા. નાથને મુંબઈ માટે 4 ઓવરમાં માત્ર 19 રન આપ્યા હતા. જોકે તેને કોઈ વિકેટ મળી ન હતી. કિરોન પોલાર્ડે 8 રન આપીને 2 વિકેટ લીધી હતી. જસપ્રિત બુમરાહે પણ 2 વિકેટ લીધી હતી. કૃણાલ પંડ્યા અને રાહુલ ચાહરને 1-1 વિકેટ મળી હતી.
IPL 2021, Mumbai Indians vs Punjab Kings Live Cricket Score
19મી ઓવરમાં જ મુંબઈ ઈન્ડિયન્સની ટીમે પંજાબને 6 વિકેટે માત આપી હતી.
15મી ઓવરના પહેલા બોલ પર તિવારી 45 રન કરીને આઉટ થયો હતો.
9મી ઓવરના પાંચમાં બોલ પર ક્વિન્ટન ડી કોક 27 રન કરીને આઉટ થયો હતો.
20 ઓવરના અંતે પંજાબે 6 વિકેટ ગુમાવીને 135 રન કર્યા અને મુંબઈને જીત માટે 136 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
18મી ઓવરના ત્રીજા બોલ પર દિપર હુ્ડ્ડા 28 રન કરીને આઉટ થયો હતો.
15મી ઓવરના 5માં બોલ પર એડેન માર્કરમ 42 રન કરીને આઉટ થયો હતો.
સાતમી ઓવરના ત્રીજા બોલ પર નિકોલસ પૂરન પણ 2 રન કરીને આઉટ થયો હતો.
પોલાર્ડે વધુ એક વિકેટ ઝડપી જેમાં કે એલ રાહુલ 21 રન કરીને આઉટ થયો હતો.
છઠ્ઠી ઓવરના બીજા બોલ પર ગેલ 1 રન કરીને પોલાર્ડનો શિકાર બન્યો હતો.
પાંચમી ઓવરના બીજા બોલ પર મનદિપ 15 રન કરીને કૃણાલનો શિકાર બન્યો હતો.
મુંબઈએ ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને પંજાબને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.