ચેન્નાઈ : બોલરાના શાનદાર પ્રદર્શન બાદ કેએલ રાહુલની અણનમ અડધી સદી (60) અને ક્રિસ ગેઇલના અણનમ 43 રનની મદદથી પંજાબ કિંગ્સે આઈપીએલ-2021માં મુંબઈ ઇન્ડિયન્સ સામે 9 વિકેટે વિજય મેળવ્યો છે. મુંબઈએ 20 ઓવરમાં 6 વિકેટે 131 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબે 17.4 ઓવરમાં 1 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.
મેચ અપડેટ્સ -કેએલ રાહુલના 52 બોલમાં 3 ફોર, 3 સિક્સર સાથે અણનમ 60 રન
- ગેઈલના 35 બોલમાં 5 ફોર, 2 સિક્સર સાથે અણનમ 43 રન
-કેએલ રાહુલે 2 ફોર, 2 સિક્સર સાથે અડધી સદી પુરી કરી
-મયંક અગ્રવાલ 25 રને આઉટ
-શમી અને બિશ્નોઇની 2-2 વિકેટ
-મુંબઈના 20 ઓવરમાં 6 વિકેટે 131 રન
-પોલાર્ડ 16 રને અણનમ
આ પણ વાંચો - IPL 2021: રૈનાએ હરભજનના પગ સ્પર્શ કરી ચાહકોનું દિલ જીતી લીધું-હાર્દિક પંડ્યા 1 અને ક્રુણાલ પંડ્યા 3 રને આઉટ
-રોહિત શર્માના 52 બોલમાં 5 ફોર, 2 સિક્સર સાથે 63 રન
-સૂર્યકુમાર યાદવના 27 બોલમાં 33 રન
-ઇશાન કિશન 17 બોલમાં 6 રન બનાવી આઉટ
-ડી કોક 3 રન બનાવી હુડાની ઓવરમાં આઉટ
-પંજાબ કિંગ્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
બંને ટીમો આ પ્રકારે છેમુંબઈ ઇન્ડિયન્સ - રોહિત શર્મા, ડી કોક, સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, કાયરાન પોલાર્ડ, ક્રુણાલ પંડ્યા, જયંત યાદવ, બુમરાહ, રાહુલ ચાહર, બોલ્ટ.
પંજાબ કિંગ્સ - કેએલ રાહુલ, મયંક અગ્રવાલ, ક્રિસ ગેઇલ, દીપક હુડા, નિકોલસ પૂરન, ફેબિયન એલન, શાહરુખ ખાન, હેનરિક્સ, રવિ બિશ્નોઇ, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ipl 2021, Live Cricket Score, Scorecard