પંજાબને હરાવીને મુંબઈએ પ્લેઓફમાં જવાની આશા રાખી જીવંત

News18 Gujarati
Updated: May 17, 2018, 1:19 AM IST
પંજાબને હરાવીને મુંબઈએ પ્લેઓફમાં જવાની આશા રાખી જીવંત

  • Share this:
મુંબઈ ઈન્ડિયન્સે પહેલા બેટિંગ કરતાં નિર્ધારિત વીસ ઓવરમાં આઠ વિકેટના નુકશાને 186 રન બનાવી લીધા છે. મુંબઈ તરફથી પોલાર્ડે આક્રમક ઈનિંગ રમતા 23 બોલમાં 3 સિક્સ અને પાંચ ફોરની મદદથી ફિફ્ટી ફટકારી દીધી હતી. તે ઉપરાંત સૂર્યકુમાર યાદવે 27 અને કૃણાલ પંડ્યાએ 32 રનની ઈનિંગ રમી હતી. પંજાબ તરફથી એન્ડ્રયૂ ટાયે ચાર ઓવરમાં 16 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી.

મુંબઈ ઈન્ડિયન્સે આપેલા 187 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલ પંજાબની શરૂઆત સારી થઈ હતી. પરંતુ ક્રિસ ગેલના રૂપમાં ચોથી ઓવરમાં તેને એક ફટકો લાગી ગયો હતો. જોકે, ત્યાર બાદ ફિન્ચ અને લોકેશ રાહુલે સારી એવી પાર્ટનરશીપ કરીને મેચ પર પક્કડ બનાવી લીધી હતી. પંજાબને બીજો ફટકો 145 રને લાગ્યો હતો. તે સમયે ફિન્ચ 46 રન બનાવીને આઉટ થયો હતો. અંતિમ પાંચ ઓવર સુધીમાં પંજાબ મેચમાં બનેલી હતી. પરંતુ જ્યારે ઓગણિસમી ઓવરમાં લોકેશ રાહુલ 94 રને બૂમરાહની ઓવરમાં આઉટ થઈ ગયો ત્યાર બાદ પંજાબની જીત અનિશ્ચિત થઈ ગઈ હતી, કેમ કે પાછળથી બેટિંગ કરવા ઉતરે અક્ષર અને યુવરાજ ટીમને જીત અપાવી શક્યા નહતા. લોકેશ રાહુલે રમેલી 94 રનની ઈનિંગ પાણીમાં ગઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી બૂમરાહે શાનદાર બોલિંગ કરતાં ચાર ઓવરમાં 3 વિકેટ ઝડપીને માત્ર 15 રન આપ્યા હતા. બૂમરાહે ઝડપેલી લોકેશ રાહુલની વિકેટ તેમના માટે ટર્નિગ પોઈન્ટ સાબિત થઈ હતી અને ટીમને જીત અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

આ જીત સાથે મુંબઇ ઈન્ડિયન્સ માટે પ્લે ઓફમાં જવા માટે કેટલીક સંભાવનાઓ અને આશાઓ જીવંત રાખી છે. જ્યારે હાર સાથે જ પંજાબ છઠ્ઠા સ્થાને સરકી ગયું છે.

કિંગ્સ ઈલેવન પંજાબે સોમવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરૂદ્ધ પોતાના ખરાબ પ્રદર્શનથી મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. આ મેચમાં પંજાબની ટીમ 15.1 ઓવરમાં માત્ર 88 રનમાં જ સમેટાઈ ગઈ હતી, જે આઈપીએલ 2018માં કોઈ ટીમનો બીજો સૌથી લો સ્કોર છે. ખરાબ ફોર્મનો સામનો કરી રહેલ પંજાબ બુધવારે મેજબાન મુંબઈ ઈન્ડિયન્સથી કરો યા મરોના મુકાબલા માટે ટકરાશે તો બંને માટે ટૂર્નામેન્ટમાં અસ્તિત્વને બનાવી રાખવા માટે અંતિમ તક હશે.

સતત હાર બાદ અંતિમ ચારમાં પહોંચવા માટે મુંબઈની આશાઓ મજબૂત થઈ ગઈ છે, જ્યારે તેને સતત ત્રણ જીત મેળવી હતી. પરંતુ રવિવારે રાજસ્થાન રોયલ્સ સામે મળેલી હાર તેના માટે ઘાતક સાબિત થઈ. મુંબઈ હવે 12માંથી પાંચ મેચ જીતીને છઠ્ઠા સ્થાન પર છે. જ્યારે પાંચ મેચોમાંથી ચોથી હારનો સામનો કરીને 12 પોઈન્ટ સાથે પાંચમા સ્થાન પર છે.
Published by: Mujahid Tunvar
First published: May 16, 2018, 7:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading