Home /News /sport /AHMEDABAD RAIN: નમો સ્ટેડિયમથી સારા સમાચાર! ક્રિકેટ ફેન્સ ગેલમાં, Qualifier 2માં ગુજરાતની પહેલી બેટિંગ

AHMEDABAD RAIN: નમો સ્ટેડિયમથી સારા સમાચાર! ક્રિકેટ ફેન્સ ગેલમાં, Qualifier 2માં ગુજરાતની પહેલી બેટિંગ

rohit hardik GT VS MI QUALIFIER 2

AHMEDABAD NARENDRA MODI STADIUM: Qualifier 2 માં  MUMBAI INDIANS ના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીત્યો હતો અને GUJARAT TITANS ને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું.

  • News18 Gujarati
  • Last Updated :
  • ahmedabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની પ્રી ફાઇનલ એટલે કે ક્વોલિફાયર 2ની મેચમાં વરસાદનું વિઘ્ન આડુ આવતા મેચની મજા બગાડી હતી. જો કે હવે સારા સમાચાર આવી રહ્યા છે કે આ મેચ મોડી શરૂ થશે પણ થશે ખરી! જી હા ક્રિકેટ ફેન્સ માટે ખુશીના સમાચાર છે કે ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની ક્વોલિફાયર ટુ મેચ નિયત સમય કરતાં અડધો કલાક મોડી શરૂ થવાની જાહેરાત કરવામાં આવી છે. એટલે કે અગાઉ જે મેચ 7:30 વાગ્યે શરૂ થવાની હતી તે હવે 8 વાગ્યે શરૂ થશે.

રોહિતે ટોસ જીત્યો

Qualifier 2 માં  MUMBAI INDIANS ના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીત્યો હતો અને GUJARAT TITANS ને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું.

આ અગાઉ લાગતું હતું કે ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની પ્રી ફાઇનલ એટલે કે ક્વોલિફાયર 2ની મેચમાં વરસાદનું વિઘ્ન આડુ આવતા મેચની મજા બગાડી હતી. એક સમયે અમદાવાદમાં ભારે વરસાદનાં કારણે આજે મેચની શક્યતા નહિવત થઈ ગઇ હતી પણ નમો સ્ટેડિયમમાં ડ્રેનેજની વ્યવસ્થા જોરદાર છે અને એટલે જ મેચ શક્ય બની છે.

આ પણ વાંચો: IPL 2023 Qualifier 2: અમદાવાદમાં વરસાદે બગાડી બાજી! ગુજરાત vs મુંબઈની મેચમાં વિઘ્ન, કોણ રમશે ફાઇનલ?

મેચ રદ થાય તો?

જો ક્વોલિફાયર મેચમાં વરસાદ પડે અને મેચ રદ થાય તો ગુજરાત અથવા મુંબઈ બંનેમાંથી કોઈ એકને ભારે નુકસાન વેઠવું પડી શકે છે. જો વરસાદના કારણે મેચ રદ્દ થવાની સંભાવના હોય તો આ સિઝનમાં બંને ટીમોના પોઈન્ટ અને રન રેટને ધ્યાનમાં લઈને બીજા ફાઈનલિસ્ટનો નિર્ણય કરવામાં આવશે.



હવામાન વિભાગે ગુજરાતના હવામાન અંગે આગાહી કરીને વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમ વિક્ષોભ)ના કારણે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. તારીખ 28-29 મેએ વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે. જ્યારે અમદાવાદ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
First published:

Tags: Ahmedabad rain, Gujarat titans, IPL 2023, Mumbai indians