Home /News /sport /MIW VS GGT: ગુજરાતનો ધબડકો! WPL 2023 ની પહેલી જ મેચમાં કંગાળ પ્રદર્શન, મુંબઈનો 143 રને વિજય

MIW VS GGT: ગુજરાતનો ધબડકો! WPL 2023 ની પહેલી જ મેચમાં કંગાળ પ્રદર્શન, મુંબઈનો 143 રને વિજય

wpl 2023 ggt vs miw

WPL 2023: ગુજરાત જાયન્ટસ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની પહેલી જ મેચમાં મુંબઈની ટીમે 207 રન ખડકી દીધા હતા. જો કે ત્યાર પછી ગુજરાત જાયન્ટ્સનો મોટો ફિયાસ્કો થયો હતો. અને ટીમ 143 રને હારી ગઈ હતી.

WPL 2023: મહિલા ક્રિકેટની વુમન્સ પ્રીમીયર લીગની આજે પહેલી મેચ રમાઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટસ વચ્ચે રમાયેલી પહેલી જ મેચમાં શાનદાર ધમાકેદાર શરૂઆત થઈ હતી. પહેલી જ ઇનિંગમાં મુંબઈ ઇંડિયન્સે 200 થી વધારેનો આંકડો પાર કરી દીધો હતો. પણ જવાબમાં ગુજરાત જાયન્ટસની ટીમ તો શરૂઆતમાં પાણીમાં બેસી ગયા હતા.  મુંબઈ ઈંડિયંસની આગેવાની કરી રહેલી કેપ્ટન હરમનપ્રિત કૌર પહેલી જ મેચમાં છવાઈ ગઈ હતી. મુંબઈ ઈંડિયન્સે 208 રનનો જંગી પડકાર રાખી દીધો હતો. પરંતુ મેચમાં રોમાંચ આવે એ પહેલા જ ગુજરાતની ટીમની ત્રણ વિકેટ માત્ર 5 રનના સ્કોરે જ પડી ગઈ હતી. કેપ્ટન બેથ મુનિ રિટાયર્ડ હર્ટ થઈ ગઈ હતી. આખરે ગુજરાતની ટીમ 64 રને ઓલઆઉટ થઈ ગઈ હતી અને મુંબઈનો 143 રને વિજય થયો હતો.

WPL 2023 ની પહેલી જ ઇનિંગમાં 207 રન 

ગુજરાત જાયન્ટસ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની પહેલી જ મેચમાં મુંબઈની ટીમે 207 રન ખડકી દીધા હતા. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટનની આગેવાનીમાં મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા વુમેન્સ ક્રિકેટ લીગની પણ શાનદાર શરૂઆત કરવામાં આવી છે. પહેલી જ વિકેટ ત્રીજી ઓવરમાં 15 રનના સ્કોરે ગુમાવ્યા બાદ ટીમને હાઈલી મેથ્યૂસ અને નાટલી સીવરે સ્થિરતા અપાવી હતી અને બંને સારો સ્કોર કરવામાં સફળ થઈ હતી.

જવાબમાં 208 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી ગુજરાત જાયન્ટ્સની ટીમની ત્રણ વિકેટ માત્ર 5 રનના સ્કોરે પડી ગઈ હતી. ટીમ ધરાશાયી થવાના આરે આવી ગઈ હતી કારણ કે ટોપ ઓર્ડર સંદતર નિષ્ફળ રહ્યો હતો. કેપ્ટન વિકેટકીપર બેથ મુની માત્ર ત્રણ જ બોલ રમી શકી હતી અને રિટાયર્ડ હર્ટ થઈ હતી.

તો આશાસ્પદ ખેલાડી એશળી ગાર્ડનર પણ માત્ર શૂન્ય રને આઉટ થઈ ગઈ હતી. અધુરામાં પૂરું  હરલીન દેઓલ પણ માત્ર ઝીરોના સ્કોર પર આઉટ થતાં એક સમયે ગુજરાત જાયન્ટ્સનો સ્કોર 5 રને ત્રણ વિકેટ થઈ ગયો હતો. નેટ સીવરને શરૂઆતમાં જ બે વિકેટ મળી ગઈ હતી.

12 રને 4 વિકેટ 

ગુજરાતની ટીમની આનાથી ખરાબ શરૂઆત કઈ હોય શકે? માત્ર 12 જ રનના સ્કોર પર ગુજરાત જાયન્ટસની ટીમ ચોથી વિકેટ ગુમાવી ચૂકી હતી.  WPL 2023 ની બીજી ઇનિંગ ફ્લોપ સાબિત થઈ હતી.

આ પણ વાંચો: WPL 2023: પહેલી જ મેચમાં ઢીબી નાખ્યા! કેપ્ટન હરમનપ્રિતે માત્ર 30 બોલમાં 64 રન બનાવ્યા, મુંબઈનાં 207 રન

હરમનપ્રીતની કેપ્ટન ઇનિંગ

ત્યાર પછી કેપ્ટન હરમનપ્રિતે કૌરે પણ શાનદાર ઇનિંગ રમી હતી અને જોરદાર ફટકાબાજી કરી હતી. હરમનપ્રિતે કેપ્ટન ઇનિંગ રમતા માત્ર 30 બોલમાં શાનદાર 65 રન ફટકાર્યા હતા જેમાં 14 ચોગ્ગાનો પણ સમાવેશ થાય છે.



ગુજરાત જાયન્ટ્સ તરફથી સ્નેહ રાણાએ બે વિકેટ ઝડપી હતી. ગુજરાતની ટીમે સાત બોલરોને અજમાવ્યા હતા પણ તેમ છતા તેઓ મુંબઈને રોકવામાં નિષ્ફળ ગયા હતા.

બીજી તરફ ગુજરાતની ટીમના બેટિંગ પર્ફોર્મન્સના કારણે મેચ રોમાંચક થઈ શકી નહોતી.
First published:

Tags: Mumbai News, Womens Ipl 2023, ક્રિકેટ