IPL 2021: મુંબઈ ઈન્ડિયન્સે ટીમની નવી ટી-શર્ટ લોન્ચ કરી, ટ્વિટ કર્યું એક ટીમ, એક પરિવાર અને એક જર્સી

IPL 2021: મુંબઈ ઈન્ડિયન્સે ટીમની નવી ટી-શર્ટ લોન્ચ કરી, ટ્વિટ કર્યું એક ટીમ, એક પરિવાર અને એક જર્સી

  • Share this:
    નવી દિલ્હી: મુંબઇ ઈન્ડિયન્સની ટીમે આઇપીએલની 14મી સીઝન માટે ટીમની નવી જર્સી લોન્ચ કરી છે. ફ્રેન્ચાઇજીએ તેના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કરી ટીમના ચાહકોને તેની જાણકારી આપી હતી. અને સાથે જ લખ્યું કે અમે આઇપીએલ 2021માં નવા રંગ સાથે ગર્વથી ઉતરીશું મુંબઇની પલ્ટન તૈયાર છે. જર્સીમાં મુંબઇની ઓળખ સમાન વાદળી અને ગોલ્ડન કલરની છે. આઇપીએલની પહેલી બે સીઝનમાં મુંબઇની ટીમે લાઇટ બ્લુ કલરની જર્સીમાં જોવા મળી હતી. અને ત્યાર બાદ મુંબઇની ટીમે 2010માં ડાર્ક બ્લુ કલરની જર્સી પહેરી હતી. અને તે વર્ષે જર્સીનો રગ બદલવોએ ટીમ માટે ફાયદા કારક રહ્યો હતો. અને પહેલી વાર ટીમ આઇપીએલના ફાયનલમાં પહોચીં હતી. ટીમ ફાઇનલ તો ન જીતી શકી પરંતુ ત્યારથી જ ટીમનો દબદબો ટુર્નામેન્ટમાં રહ્યો હતો. જુની જર્સીની જેમ આ જર્સીના ખભાના ભાગ પર ગોલ્ડન રંગ આપવામાં આવ્યો છે. જર્સીમાં એક બદલાવ કરવામાં આવ્યો છે. જ્યારે બોર્ડર અને કોલરનો કલર નારંગી રાખવામાં આવ્યો છે.

    ડિફેન્ડિગ ચેમ્પિયન મુંબઇ આ વર્ષે ઈતિહાસ રચવાનો પ્રયત્ન કરશે. મુંબઇ પાસે સતત ત્રીજીવાર આઇપીએલ જીતવાનો મૌકો છે. જો આવુ થઇ જાયતો સતત ત્રણ વાર આઇપીએલનું ટાઇટલ જીતવામાં સફળ થનારી એકમાત્ર ટીમ બની જશે. મુંબઇ 2019 અને 2020માં સતત બે વાર આઇપીએલની વિજેતા ટીમ રહી છે. ગત વર્ષે રોહિત શર્માની કેપ્ટનશીપમાં ચેન્નાઇ સુપરકિંગ્સ બાદ આઇપીએલનું ટાઇટલ જીતનારી બીજી ટીમ બની હતી. ગત સીઝનની ફાઇનલમાં દિલ્લી કેપિટલ્સને હરાવીને મુંબઇ પાંચમીવાર આઇપીએલ જીતી હતી. આ સીઝનમાં ઓપનિંગ મેચ મુંબઇ ઈન્ડિયન્સની મેચ 9 એપ્રિલે કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે થશે.



    र आईपीएल का खिताब जीता था. इस सीजन के ओपनिंग मैच में मुंबई इंडियंस का सामना 9 अप्रैल को विराट कोहली की कप्तानी वाली रॉयल चैलेंजर्स बेंगलुरु से होगा.



    આ પણ વાંચો : ઉનાળાની આગઝરતી ગરમીમાં આ ગેજેટ હેલ્મેટમાં આપશે AC જેવી ઠંડક, જુઓ Video

    મુંબઇ છઠ્ઠી વાર જીતવાની પ્રબળ દાવેદાર
    મુંબઇ આ વર્ષે પણ આઇપીએલનો ખીતાબ જીતનારી પ્રબળ દાવેદાર છે. ટીમમાં રોહત શર્મા,હાર્દિક પંડ્યા સૂર્યકુમાર યાદવ અને ઇશાન કિશન તથા કૃણાલ પંડ્યા ફોર્મમાં છે. ઈંગ્લેન્ડની મેચ સામે આ તમામ ખેલાડીઓએ સારી બેટીંગ કરી હતી.

    2021 માટે મુંબઈ ઈન્ડિયન્સની સંપૂર્ણ ટીમ: રોહિત શર્મા, આદિત્ય તારે, અનમોલપ્રીત સિંઘ, ધવલ કુલકર્ણી, હાર્દિક પંડ્યા, ઇશાન કિશન, જસપ્રીત બુમરાહ, જયંત યાદવ, કૈરન પોલાર્ડ, કૃણાલ પંડ્યા, ક્વિન્ટન ડિકોક, રાહુલ ચહર, સૂર્યકુમાર યાદવ, ટ્રેન્ટ બોલ્ટ, ક્રિસ લિન, સૌરભ તિવારી, મોહસીન ખાન, એડમ મિલ્ને, નાથન કલ્ટર નાઇલ, પિયુષ ચાવલા, માર્કો જાનસેન, યુધવીર સિંઘ, જેમ્સ નીશમ અને અર્જુન તેંડુલકર.
    Published by:kuldipsinh barot
    First published:March 27, 2021, 15:39 pm