Home /News /sport /

MI vs CSK Final: આ પ્લેયરનો બર્થડે મુંબઈ ઈન્ડિયન્સ માટે બનશે 'લકી'

MI vs CSK Final: આ પ્લેયરનો બર્થડે મુંબઈ ઈન્ડિયન્સ માટે બનશે 'લકી'

મુંબઈ ઈન્ડિયન્સ માટે લકી છે આ પ્લેયર (photo-ipl)

મુંબઈના આ સ્ટાર ઓલરાઉન્ડરે આઈપીએલ 12માં 15 મેચોમાં 155.55ના સ્ટ્રાઇક રેટથી 238 રન કરીને પોતાનો દમ બતાવ્યો છે

    આઈપીએલ 12ના ચેમ્પિયનનો નિર્ણય થવામાં હવે બસ થોડાક જ કલાકોનો સમય બાકી છે. હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે ટક્કર થશે. આ બંને ટીમો અત્યાર સુધી ત્રણ-ત્રણ આઈપીએલ ટાઇટલ જીતી ચૂકી છે અને ચોથી વાર ચેમ્પિયન બનવા માટે તમામ પ્રયાસ કરશે.

    રોહિત શર્માની કેપ્ટન્સીવાળી મુંબઈ ઈન્ડિયન્સે 2013, 2015 અને 2017માં ટાઇટલ જીત્યું હતું. સ્પષ્ટ છે કે ત્રણ વારથી એક વર્ષના અંતરાલમાં મુંબઈને આઈપીએલની ટ્રોફી ઉઠાવવાની તક મળી છે. બીજી તરફ, ગયા વર્ષ એટલે કે 2018માં લીગ રાઉન્ડમાં બહાર થનારી મુંબઈએ આ વખતે પોતાના જોરદાર પ્રદર્શનથી ફાઇનલમાં પ્રવેશ કરવા ઉપરાંત ટાઇટલ જીતવાની મજબૂત દાવેદારી પણ નોંધાવી છે. પરંતુ મુંબઈ માટે આ ઉપરાંત વધુ એક વાત એક્સ-ફેક્ટર સાબિત થઈ શકે છે અને તે છે કરોન પોલાર્ડ. તે આજે પોતાનો 32મો જન્મદિવસ ઉજવી રહ્યો છે.

    મુંબઈ માટે 'લકી' છે પોલાર્ડ

    મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સની વચ્ચે આઈપીએલ 12નો ફાઇનલ મુકાબલો 12 મેના રોજ યોજાવા જઈ રહ્યો છે, જે ઓલરાઉન્ડર કેરોન પોલાર્ડ માટે ખૂબ જ ખાસ છે. જી હા, આ દિવસે આ કેરેબિયન પ્લેયર પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે અને આ વાત મુંબઈ માટે 'લકી' સાબિત થઈ શકે છે.

    આજે પોલાર્ડ પોતાનો 32મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. (photo-ipl)


    ઉલ્લેખનીય છે કે, મુંબઈ ઈન્ડિયન્સે અત્યાર સધી આ પ્લેયરના જન્મદિવસવાળી ત્રણ મેચ રમી છે અને દરેક વખતે તેને જીત મળી છે. 12 મે 2009, 2012 અને 2014માં પોતાની વિરોધી ટીમોને ધૂળ ચટાડી છે. જ્યારે આ વખતે પણ પોલાર્ડનો જન્મદિવસ મુંબઈ માટે ઉજવણીનું કારણ બની જશે તો કોઈ આશ્ચર્યની વાત નહીં હોવી જોઈએ. અંતે રોહિત શર્મા અને મહેન્દ્ર સિંહ ધોનીની લડાઈમાં મુંબઈનો જ દબદબો રહ્યો છે.

    આઈપીએલ સીઝન 12માં કેવું રહ્યું પોલાર્ડનું પર્ફોમન્સ?

    મુંબઈના આ સ્ટાર ઓલરાઉન્ડરે આઈપીએલ 12માં અત્યાર સુધી 15 મેચોમાં 155.55ના સ્ટ્રાઇક રેટથી 238 રન કરીને પોતાનો દમ બતાવ્યો છે. આ દરમિયાન તેણે 83 રનની સર્વોચ્ચ ઇનિંગ રમી છે, જે પંજાબ માટે કાળ સાબિત થઈ હતી. તે અત્યા સુધી 11 ફોર અને 19 સિક્સર ફટકારવા ઉપરાંત 8 કેચ પણ પકડી ચૂક્યો છે.

    આઈપીએલ અને પોલાર્ડ

    મુંબઈ ઈન્ડિયન્સે આ ધાકડ પ્લેયરને 2009માં પહેલીવાર પોતાની ટીમમાં સામેલ કર્યો હતો અને ત્યારથી તે ટીમનો હિસ્સો બની ગયો છે. અત્યાર સુધી તેણે 147 મેચોમાં 146.54ની સ્ટ્રાઇક રેટથી 2714 રન કર્યા છે. આ દરમિયાન તેણે 14 અડધી સદી ફટકારી છે. જ્યારે પોલાર્ડે અત્યાર સુધી 178 ફોર એન 173 સિક્સર મારી છે. બીજી તરફ, તેના હાથે 82 પ્લેયર કેચ આઉટ થયા છે. આ ઉપરાંત, બોલર તરીકે 31.60ની સરેરાશથી 56 પ્લેયર્સને પોતાનો શિકાર બનાવ્યા છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Chennai super kings, Ipl 2019, Ipl final, Jasprit bumrah, Kieron pollard, Mahendra singh dhoni, Mumbai indians, આઇપીએલ, રોહિત શર્મા

    આગામી સમાચાર