નવી દિલ્હી: વુમન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝન જીતીને મુંબઇ ઇન્ડિયન્સ મહિલા ટીમે ઈતિહાસના પાનામાં પોતાનું નામ નોંધાવ્યું છે. 26 માર્ચ રવિવારે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સ ટીમ સામે જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સની ટીમે 9 વિકેટે 131 રન બનાવ્યા હતા. મુંબઈની ટીમે નેટ સાયવર બ્રન્ટની ફિફ્ટીના આધારે છેલ્લી ઓવરમાં જીતનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.
ઇસ્સી વોંગ એ ઝટકો આપ્યો
ફાઇનલ મેચમાં દિલ્હી કેપિટલ્સની શરૂઆત અપેક્ષાથી વિપરીત હતી અને ઇસ્સી વોંગે એક પછી એક ત્રણ આંચકા આપીને ટીમને બેકફૂટ પર ધકેલી દીધી હતી. શેફાલી વર્મા, એલિસ કેપ્સી અને પછી જેમિમાહ રેડ્રિગ્ઝને એક પછી એક બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો. કેપ્ટન મેગ લેનિંગે સતત આંચકા આપ્યા બાદ એક છેડો સંભાળ્યો અને સ્કોર આગળ લઈ ગઇ હતી. મારિજન કેપ 18 રન બનાવીને પાછી ફરી અને પછી આખી ટીમ વિખેરાઈ ગઈ હતી. કેપ્ટન લેનિંગ 35 રન બનાવીને પરત ફી હતી.
79 રનમાં 9 વિકેટ પડી ગયા બાદ શિખા પાંડેએ આવીને પોતાના હાથ ખોલ્યા અને બીજા છેડે રાધા યાદવનો પૂરો સાથ મળ્યો હતો. શિખાએ 17 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 27 રન બનાવ્યા હતા. જ્યારે રાધાએ 12 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી અણનમ 27 રનની ઇનિંગ રમી 131 રનનો સ્કોર પહોંચાડ્યો હતો.
દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 131 રન બનાવ્યા હતા. જેના જવાબમાં લોકલ ક્રાઉડની સામે મુંબઈની મહિલાઓએ એક બોલ પહેલા જ આ રન ચેઝમાં સફળતા મેળવી હતી. 19મી ઓવર મેચ માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ હતી. છેલ્લી બે ઓવરમાં 21 રનની જરૂર હતી. અહીંથી છેલ્લી ઓવરમાં સરળતાથી પાંચ રન બનાવીને ચેમ્પિયનશિપ જીતી લીધી હતી. મુંબઈની જીતમાં નતાલી સાયવર બ્રન્ટે અણનમ અડધી સદી ફટકારી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર