IPL 2021: ચેન્નાઈ અને મુંબઈની ટીમ UAE જવા રવાના, ધોની આ અંદાજમાં મળ્યો જોવા

CSK અને MIના ખેલાડીઓે UAE જવા થયા રવાના. તસવીર- ઈન્સ્ટાગ્રામ

IPL 2021: આઈપીએલ 2021(IPL 2021)ના બીજા ચરણમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)અને મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians)ના ખેવાડીઓ યુએઈ જવા માટે રવાના થયા છે. આઈપીએલની બાકીની 31 મેચો યુએઈ(UAE)માં થવાની છે. ત્યારે મહત્વનું છે કે, આઈપીએલ બાદ યુએઈમાં જ ટી-20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું છે.

  • Share this:
    નવી દિલ્લી: આઈપીએલ 2021 (IPL 2021)માં બીજા ચરણનો આગાજ 19 સપ્ટેમ્બરથી યુએઈ (UAE)માં થશે. મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians)અને ચેન્નાઈ સુપર કિંગ્સના (Chennai Super Kings)ખેલાડીઓ શુક્રવારે (13 ઓગસ્ટ) યુએઈ ગયા હતા. આઈપીએલની તૈયારીઓ માટે બંને ટીમો એક મહિના પહેલા યુએઈ જઈ રહી છે.ચેન્નાઈ સુપર કિંગ્સ પ્રથમ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સનો સામનો કરશે. ચેન્નાઈના કેપ્ટન એમએસ ધોની (MS Dhoni), સુરેશ રૈના, રોબિન ઉથપ્પા, કરણ શર્મા, ઋતુરાજ સહિત ઘણા ખેલાડીઓ ખેલાડીઓ સાથે ફ્લાઇટ લીધી.

    ચેન્નાઈએ ટ્વિટર પર શેર કરી ઘોનીની તસવીર 

    ચેન્નાઈએ પોતાના ટ્વિટર હેન્ડલથી ધોનીની તસવીર શેર કરી છે, જેમાં તે હાથમાં બેગ લઈને માસ્ક પહેરેલો જોવા મળી રહ્યો છે. યુએઈ પહોંચ્યા પછી, ખેલાડીઓ અને અન્ય સભ્યોએ 7 દિવસ માટે કોરેન્ટાઈનમાં રહેવું પડશે. આ પછી, ખેલાડીઓ કોરોના નેગેટિવ પછી તાલીમ આપી શકશે.



    કોરોનાને કારણે આઈપીએલ સ્થગિત કરવામાં આવી 

    કોરોના કેસ આવ્યા બાદ 4મે 2021 ના ​​રોજ IPL મુલતવી રાખવામાં આવી હતી. 60 મેચમાંથી 29 મેચ યોજાઈ છે, જ્યારે 31 મેચ હજુ રમવાની બાકી છે. તમામ મેચ 19 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર દરમિયાન યુએઈમાં રમાશે. બીસીસીઆઈએ તમામ ફ્રેન્ચાઈઝીઓને કહ્યું કે, યુએઈ જતા પહેલા તમામ સભ્યોએ કોરોના વેક્સિનના બંને ડોઝ લેવા ફરજીયાત છે.





    UAE રમાશે આઈપીએલની બાકીની 31 મેચો

    IPL ના બીજા તબક્કામાં દુબઈમાં 13 મેચ રમાશે. આ સિવાય શારજાહમાં 10 અને અબુધાબીમાં 8 મેચ રમાશે. આઈપીએલ પછી, ટી 20 વર્લ્ડ કપની મેચ પણ 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર દરમિયાન યુએઈમાં યોજાવાની છે. આવી સ્થિતિમાં તમામ દેશોના ખેલાડીઓ IPLમાં પ્રવેશ કરવા ઈચ્છે છે, જેથી તૈયારી મજબૂત થઈ શકે. આઈપીએલ 2020ની આખી સીઝન યુએઈમાં યોજાઈ હતી અને મુંબઈ ઈન્ડિયન્સે રેકોર્ડ 5મી વખત ટાઇટલ પર કબજો કર્યો હતો.
    Published by:kuldipsinh barot
    First published: