MI vs RCB: બુમરાહ ઝળક્યો, મુંબઈનો રોમાંચક વિજય

News18 Gujarati
Updated: March 28, 2019, 11:56 PM IST
MI vs RCB: બુમરાહ ઝળક્યો, મુંબઈનો રોમાંચક વિજય
મુંબઈ ઇન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 6 રને રોમાંચક વિજય મેળવ્યો

મુંબઈ ઇન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 6 રને રોમાંચક વિજય મેળવ્યો

  • Share this:
બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ-12માં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 6 રને રોમાંચક વિજય મેળવ્યો હતો. મુંબઈએ 20 ઓવરમાં 8 વિકેટે 187 રન બનાવ્યા હતા. જવાબમાં બેંગલોર 20 ઓવરમાં 5 વિકેટે 181 રન બનાવી શક્યું હતું. ડી વિલિયર્સે 41 બોલમાં 4 ફોર અને 6 સિક્સર સાથે અણનમ 70 રન બનાવ્યા હતા. જોકે તે ટીમને જીત અપાવી શક્યો ન હતો. બુમરાહે 20 રનમાં 3 વિકેટ ઝડપી હતી.

મોઈન અલી 13 રને રન આઉટ થયો હતો. આ પછી પાર્થિવ પટેલ 31 રને માર્કન્ડેનો શિકાર બન્યો હતો.  યુવરાજે ડી વિલિયર્સનો કેચ છોડ્યો હતો. વિરાટ કોહલી 46 રને બુમરાહનો શિકાર બન્યો હતો. હેટમાયર 5 રને આઉટ થતા બેંગલોરે 147 રને ચોથી વિકેટ ગુમાવી હતી.

રોહિત શર્માના 48 અને સૂર્યકુમાર યાદવના 38 રનની મદદથી મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ-12માં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 187 રન બનાવી લીધા છે. બેંગલોરને જીતવા માટે 188 રનનો પડકાર મળ્યો છે. મુંબઈએ અંતિમ 5 ઓવરમાં 48 રન બનાવ્યા હતા અને 5 વિકેટો પડી હતી. ચહલે 4 વિકેટ ઝડપી હતી.

ડી કોક 23 રને બોલ્ડ થયો હતો. રોહિત અને ડી કોક વચ્ચે 54 રનની ભાગીદારી નોંધાઈ હતી.  રોહિત શર્મા 48 રને ઉમેશ યાદવનો શિકાર બન્યો હતો. યુવરાજ સિંહ 12 બોલમાં 23 રન ફટકારી આઉટ થયો હતો. તેણે 3 બોલમાં 3 સિક્સર ફટકારી હતી.

સૂર્યકુમાર 38 રને આઉટ થયો હતો. પોલાર્ડ 5 અને ક્રુણાલ 1 રને આઉટ થતા મુંબઈ મુશ્કેલીમાં મુકાયું હતું. હાર્દિક પંડ્યાએ 14 બોલમાં અણનમ 32 રન બનાવી સ્થિતિ સંભાળી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

ચહલે મેળવી સિદ્ધિઅમિત મિશ્રા, હરભજન સિંહ પછી ચહલ ત્રીજો ભારતીય બોલર છે. જેણે આઇપીએલમાં એક મેદાનમાં 50થી વધારે વિકેટ ઝડપી છે. ચહલે બેંગલોરમાં, મિશ્રાએ દિલ્હીમાં અને હરભજને મુંબઈના મેદાનમાં આ કમાલ કરી છે.

બંને ટીમો આ પ્રમાણે છે

મુંબઈ ઇન્ડિયન્સ - રોહિત શર્મા, ક્વિન્ટોન ડી કોક, સૂર્યકુમાર યાદવ, યુવરાજ સિંહ, ક્રુણાલ પંડ્યા, હાર્દિક પંડ્યા, કિરોન પોલાર્ડ, મયંક માર્કન્ડે, મિશેલ મેક્લેનઘાન, મલિંગા, બુમરાહ.

રોયલ ચેલેન્જર્સ બેંગલોર - વિરાટ કોહલી, પાર્થિવ પટેલ, મોઈન અલી, ડી વિલિયર્સ, હેટમાયર, કોલીન ગ્રાન્ડહોમી, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, નવદીપ સૈની, ચહલ, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ
First published: March 28, 2019, 6:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading