શ્રીલંકામાં આગામી મહિને રમાનાર યૂથ એશિયા કપ ટૂર્નામેન્ટ માટે ભારતીય અંડર-19 ટીમની જાહેરાત થઈ ગઈ છે. કારગિલ હીરોના પુત્ર ધ્રુવ જુરેલની કેપ્ટનશિપમાં ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટ રમશે. ટીમમાં મુંબઈના એક બસ કંડક્ટરના પુત્રની પણ પસંદગી થઈ છે. આ ખેલાડીનું નામ અથર્વ અંકોલેકર છે. તેની માતા વૈદેહી મુંબઈની બેસ્ટ બસોમાં કંડક્ટર છે. અથર્વના પિતા વિનોદભાઈનું 2010માં નિધન થયું હતું. આ પછી માતાએ તેની સાર સંભાળ રાખી હતી. અથર્વ સ્પિનર છે અને મુંબઈની રિઝવી કોલેજમાં સેકન્ડ યરનો વિદ્યાર્થી છે. જ્યારે તેની ટીમમાં પસંદ થઈ તો તેની માતાને લગભગ 40 હજાર અભિનંદનના મેસેજ આવ્યા હતા.
માતાએ છોડી ન હતી આશા
અંગ્રેજી અખબાર ડીએનએને વૈદેહી અંકોલેકરે કહ્યું હતું કે અમને ઘણા અભિનંદનના મેસેજ મળી રહ્યા છે. જેમાં સંબંધીઓ અને બેસ્ટનો સ્ટાફ પણ સામેલ હતો. મારા પતિ વિનોદ બેસ્ટમાં કંડક્ટર હતા. પરિવારમાં એકમાત્ર કમાવનાર હતા. તેમના મોતે અમને નિસહાય કરી દીધા હતા. આવા સમયે શરુઆતમાં મેં મિત્રની મદદથી ટ્યૂશન આપવાનું શરુ કર્યું હતું. પછી મને મારા પતિની નોકરી મળી ગઈ હતી.
પિતાને મિસ કરે છે અથર્વ
વૈદેહીની ડ્યૂટી મારોલ બસ ડેપો ઉપર છે અને તે બસ નંબર 186 (અગરકર ચોકથી વિહાર લેક) અને 340 (ઘાટકોપર સ્ટેસનથી અગરકર ચોક)માં કાર્યરત છે. અથર્વએ જણાવ્યું હતું કે પોતાના પિતાને ઘણા યાદ કરે છે. જ્યારે હું નાનો હતો ત્યારે તે મારા બિસ્તર પાસે ક્રિકેટનું બેટ રાખી દેતા હતા. જ્યારે હું સારું રમું તો તે મને ક્રિકેટનો ઘણો સમાન ગિફ્ટમાં લાવીને આપતા હતા. તે બધું યાદ આવે છે. હું સખત મહેનત કરીને ટીમ ઇન્ડિયા માટે રમવા માંગું છું.
સચિનને કર્યો હતો આઉટ
9 વર્ષ પહેલા અથર્વએ એક પ્રેક્ટિસ મેચમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને આઉટ કર્યો હતો. આ કારણે તેને ઘણી પ્રશંસા મળી હતી. સચિને તેને ઓટોગ્રાફ વાળા ગ્લવ્ઝ ભેટમાં આપ્યા હતા.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર