Home /News /sport /Irani Cup 2022: મુકેશના સ્વિંગ અને સરફરાઝના શાનદાર પરફોર્મન્સથી રેસ્ટ ઓફ ઈન્ડિયા મજબૂત સ્થિતિમાં

Irani Cup 2022: મુકેશના સ્વિંગ અને સરફરાઝના શાનદાર પરફોર્મન્સથી રેસ્ટ ઓફ ઈન્ડિયા મજબૂત સ્થિતિમાં

સરફરાઝ ખાને કરી સદી.

મુકેશ કુમારની અદભુત સ્વિંગ બોલિંગના પગલે સૌરાષ્ટ્ર પ્રથમ ઈનિંગમાં 98 રનમાં સમેટાઈ ગયા પછીથી રેસ્ટ ઓફ ઈન્ડિયાએ સરફરાઝ ખાનની સદીના પગલે શનિવારે અહીં ઈરાની ટ્રોફી મેચના પ્રથમ દિવસ મજબૂત શરૂઆત કરી. સરફરાઝ 126 બોલમાં 125 રન બનાવીને રમી રહ્યો હતો. જેના કારણે રેસ્ટ ઓફ ભારતનો સ્કોર ત્રણ વિકેટ પર 205 રન હતો. આ પહેલા મુકેશ(23 રન આપીને ચાર વિકેટ)ની સ્વિંગની સાથે ટીમે કુલદીપ સેન(41 રન આપીને ત્રણ વિકેટ) અને ઉમરાન મલિકે(25 રન આપીને ત્રણ વિકેટ) લેતા 2019-20ની રણજી ટ્રોફીમાં ચેમ્પિયન બનેલા સૌરાષ્ટ્રને 24.5 ઓવરમાં માત્ર 98 રન પર ઓલઆઉટ કર દીધું હતું.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: મુકેશ કુમારની અદભુત સ્વિંગ બોલિંગના પગલે સૌરાષ્ટ્ર પ્રથમ ઈનિંગમાં 98 રનમાં સમેટાઈ ગયા પછીથી રેસ્ટ ઓફ ઈન્ડિયાએ સરફરાઝ ખાનની સદીના પગલે શનિવારે અહીં ઈરાની ટ્રોફી મેચના પ્રથમ દિવસ મજબૂત શરૂઆત કરી. સરફરાઝ 126 બોલમાં 125 રન બનાવીને રમી રહ્યો હતો. જેના કારણે રેસ્ટ ઓફ ભારતનો સ્કોર ત્રણ વિકેટ પર 205 રન હતો. આ પહેલા મુકેશ(23 રન આપીને ચાર વિકેટ)ની સ્વિંગની સાથે ટીમે કુલદીપ સેન(41 રન આપીને ત્રણ વિકેટ) અને ઉમરાન મલિકે(25 રન આપીને ત્રણ વિકેટ) લેતા 2019-20ની રણજી ટ્રોફીમાં ચેમ્પિયન બનેલા સૌરાષ્ટ્રને 24.5 ઓવરમાં માત્ર 98 રન પર ઓલઆઉટ કર દીધું હતું.

    મુખ્ય સિલેક્ટર્સ ચેતન શર્મા અને તેમના સાથી સુનીલ જોશીની ઉપસ્થિતિમાં સરફરાઝે આકર્ષક સ્ટોક્સ લગાવ્યા હતા. તેમણે અત્યાર સુધીમાં પોતાની ઈનિંગમાં 19 ચોક્કા અને ત્રણ છક્કા માર્યા હતા. જ્યારે રેસ્ટ ઓફ ભારતનો સ્કોર ત્રણ વિકેટ પર 18 રન જ હતો, ત્યારે સરફરાઝે ઈનિંગને સંભાળી અને સૌરાષ્ટ્રના બોલરોની સામે આક્રમક બોલિંગ કરી. સરફરાઝે હનુમા વિહારીની સાથે 185 રનની પાર્ટનરશીપ કરી છે.

    આ પણ વાંચો: ક્રિકેટ પછી ગોલ્ફમાં પણ છવાયો ધોની, જૂઓ માહિના શાનદાર શોટ્સના વીડિયો

    સરફરાઝે જયદેવ ઉનડટકટના બોલ પર જોરદાર શોટ લગાવ્યા. ઉનડકટે બે બાઉન્સર બોલ નાંખ્યા જેમાં સરફરાઝે એક છિક્સ અને એક ચોક્કો ફટકાર્યો હતો. પછી જાડેજાની એક ઓવરમાં જ તેમણે ત્રણ ચોક્કા માર્યા હતા. સૌરાષ્ટ્રના બંન્ને બેટ્સમેન હાર્વિક દેસાઈ અને સ્નેહલ પટેલની વિકેટ મુકેશના નામે રહી. જોકે ચેતેશ્વર પૂજાર(01)ની મહત્વની વિકેટ કુલદીપે લીધી હતી. ઉમરાન મલિકે 145 કિમી પ્રતિ કલાકની સ્પીડથી બોલિંગ નાંખીને બેટ્સમેનો માટે મુશ્કેલી સર્જી હતી. સૌરાષ્ટ્ર માટે અર્પિત વસાવડાએ 23 અને ધર્મેન્દ્ર સિંહ જાડેજાએ 28 રન બનાવ્યા.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Cricket betting, Cricket Fight, Live Cricket Match

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन