Home /News /sport /બોલ ક્યારે આવ્યો અને ક્યાં ગયો કંઇ ખબર જ ન પડી! ઓસ્ટ્રેલિયન બોલરનાં બોલ પર હાર્દિક પંડ્યાનો ઓડિયો વાયરલ

બોલ ક્યારે આવ્યો અને ક્યાં ગયો કંઇ ખબર જ ન પડી! ઓસ્ટ્રેલિયન બોલરનાં બોલ પર હાર્દિક પંડ્યાનો ઓડિયો વાયરલ

હાર્દિક પંડ્યાનો ઓડિયો વાયરલ

Hardik Pandya Stump Mic: ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ક્રિકેટર Hardik Pandya ફાસ્ટ બોલર સ્ટાર્કના બોલને સમજવામાં થાપ ખાઈ જતાં જુઓ શું બોલી ગયો.

    બ્રિસબેન: ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS) વચ્ચે સોમવારે બ્રિસબેનમાં ટી-20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) વોર્મઅપ મેચ (Warm Up Match) રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર રીતે યજમાન ટીમને 6 રનથી હરાવી ઓસ્ટ્રેલિયાની ધરતી પર તેમનો દબદબો વધાર્યો હતો. મેચમાં 187 રનના લક્ષ્‍યાંકનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ અચાનક ભારતના એક નિર્ણયથી સ્તબ્ધ થઈ ગઈ હતી, જ્યારે આખી મેચ ન રમી રહેલા શમી (Mohammad Shami)ને છેલ્લી ઓવર રમવા માટે બોલાવવામાં આવ્યો અને શમીએ આખી રમત ફેરવી નાંખી હતી.

    અંતિમ ઓવરમાં સતત ચાર બોલમાં ચાર વિકેટ

    ઓસ્ટ્રેલિયાને જીતવા માટે છેલ્લી ઓવરમાં 11 રનની જરૂર હતી, પરંતુ શમીએ ઓસ્ટ્રેલિયાના સપના પણ પાણી ફેરવી દીધું હતું. જસપ્રીત બુમરાહના સ્થાને T20 વર્લ્ડ કપ 2022 માટે ભારતીય ટીમમાં સામેલ થયેલા મોહમ્મદ શમીએ પોતાની એકમાત્ર અંતિમ ઓવરમાં સતત ચાર બોલમાં ચાર વિકેટો લેતાં હંગામો મચી ગયો હતો. ઓસ્ટ્રેલિયા 180 રનમાં ઓલઆઉટ થયું અને ભારત જીત્યું હતું. આમાં શમીએ એક રન આઉટ કરીને ત્રણ વિકેટ પોતાના નામે કરી લીધી હતી.

    હાર્દિક પંડ્યા 2 રન બનાવીને આઉટ 

    આ પહેલા જ્યારે ટીમ ઈન્ડિયા પ્રથમ બેટિંગ કરવા ઉતરી ત્યારે લાંબા સમયથી સારુ પ્રદર્શન કરીને લયમાં ચાલી રહેલા ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. પરંતુ પંડ્યા 14મી ઓવરમાં 2 રન બનાવીને કેન રિચર્ડસનના બોલ પર કેચ આઉટ થયો હતો. આના થોડા સમય પહેલા પંડ્યાએ પણ મિશેલ સ્ટાર્કનો સામનો કર્યો હતો.

    આ પણ વાંચો: આજે મારવાનો મૂડ જ નથી યાર! સૂર્યકુમાર યાદવ જેવુ આ બોલ્યો કે તરત બીજા જ બોલે...

    ક્યારે આવ્યો ક્યાં ગયો ખબર જ ન પડી

    પંડ્યા ઓસ્ટ્રેલિયાના લેજન્ડરી પેસર સ્ટાર્કના આઉટસ્વિંગર પર એટલો બધો હચમચી ગયો હતો કે ન તો બોલ સમજી શક્યો કે ન તો શોટ. ત્યારે પંડ્યાએ બીજી બાજુ પોતાના સાથી બેટ્સમેન સૂર્યકુમાર યાદવ પાસે જઈને કહ્યું- મને ખબર નહોતી, ક્યારે આવ્યો, ક્યારે બીટ થયો. ખબર ન પડી. તેનો અવાજ સ્ટમ્પ માઇકમાં કેદ થઇ ગયો અને હવે વિડીયો વાયરલ. તો તમે પણ જુઓ આ વિડીયો.





    અસલી હીરો મોહમ્મદ શમી

    આ મેચનો અસલી હીરો મોહમ્મદ શમી હતો. જેણે 1 ઓવરમાં 4 વિકેટ પડતા ઓસ્ટ્રેલિયાની જીતની આશા પર પાણી ફેરવી દીધું હતું. હવે ટી-20 વર્લ્ડ કપની મુખ્ય મેચોમાં શમીને ટોપ ઈલેવનમાં સામેલ કરવામાં આવે છે કે નહીં તે જોવું રસપ્રદ બની રહેશે.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Audio clip viral, Hardik, Hardik pandya latest news, T20 world cup, ક્રિકેટ, હાર્દિક પંડ્યા

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन