ધોનીની કારકિર્દી પર એમએસકે પ્રસાદનો મોટો ખુલાસો, કહ્યું- કોઈ સવાલ કરી શકે નહીં

ધોનીની કારકિર્દી પર એમએસકે પ્રસાદનો મોટો ખુલાસો, કહ્યું- કોઈ સવાલ કરી શકે નહીં

ધોનીએ જાન્યુઆરી સુધી ક્રિકેટ વિશે કોઈ સવાલ ના કરવા કહ્યું છે

 • Share this:
  નવી દિલ્હી : ભારતીય પુરુષ ક્રિકેટ ટીમની પસંદગી સમિતિના અધ્યક્ષ એમએસકે પ્રસાદે પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની કારકિર્દી પર મોટું નિવેદન કર્યું છે. તેમણે કહ્યું હતું કે ધોની યોગ્ય સમયે પોતાની કારકિર્દી પર નિર્ણય કરશે. એક વેબસાઇટ સાથેની વાતચીતમાં એમએસકે પ્રસાદે કહ્યું હતું કે ધોનીએ નિવૃત્તિના નિર્ણય વિશે જણાવ્યું નથી પણ તે આ મુદ્દે નિર્ણય તે જાતે જ કરશે. પ્રસાદે સ્પોર્ટ્સસ્ટારને કહ્યું હતું કે જો અમે પોતાની પ્રોફેશનલ જવાબદારીને અલગ રાખીએ તો પસંદગી સમિતિના સભ્યો ધોનીનો મોટા પ્રશંસક છે. તેણે બધુ જ મેળવ્યું છે. બે વર્લ્ડ કપ, ચેમ્પિયન્સ ટ્રોફી, ટેસ્ટમાં નંબર 1 ટીમનું સ્ટેટસ.

  એમએસકે પ્રસાદે કહ્યું હતું કે માહીએ હજુ સુધી નિવૃત્તિનો પ્લાન બતાવ્યો નથી. વિકલ્પ પુરી રીતે ખુલ્લા છે અને માહી નિર્ણય કરશે. જોકે કોઈ તેની કારકિર્દી કે ભારતીય ક્રિકેટમાં આપેલા યોગદાન વિશે સવાલ કરી શકે નહીં. તમને જણાવી દઈએ કે ધોનીએ જાન્યુઆરી સુધી ક્રિકેટ વિશે કોઈ સવાલ ના કરવા કહ્યું છે. તેણે થોડા સમય પહેલા આ નિવેદન આપ્યું હતું. જ્યારે ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે આઈપીએલ પછી જોઇશું કે ધોની ટી-20 વર્લ્ડ કપમાં રમશે કે નહીં.

  આ પણ વાંચો - આ ભારતીય ક્રિકેટરે કરી સગાઈ, ગુલાબ આપીને કર્યું પ્રપોઝ, જુઓ Video

  એમએસકે પ્રસાદે કહ્યું હતું કે ખેલાડીઓની નવી પેઢી વિશે નિર્ણય કરવો અને તેમની ઓળખ કરવી પસંદગીકર્તાનું કામ છે. પ્રસાદે રોહિત શર્માના પ્રદર્શનની પ્રશંસા કરતા કહ્યું હતું કે તેણે પોતાને બધા ફોર્મેટમાં ખેલાડીના રુપમાં બદલ્યો છે. આપણે બધા જાણીએ છીએ કે સફેદ બોલના ક્રિકેટમાં તેની પાસે અવિશ્વસનિય પ્રતિભા છે. છેલ્લા 4 કે 5 મહિનામાં ટેસ્ટ ઓપનરના રુપમાં તેણે પોતાની સ્કિલ્સ સાબિત કરી છે. હું પ્રાર્થના કરીશ કે તેની વિદેશી શ્રેણી સારી થાય તેથી તેનો માઇન્ડસેટ પુરી રીતે બદલાઈ જશે.

  જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા અને મોહમ્મદ શમીની ટેસ્ટ ક્રિકેટમાં બોલિંગ વિશે પ્રસાદે કહ્યું હતું કે તે 70 અને 80ના દશકની વિન્ડીઝની બોલિંગ કરતા પણ શાનદાર છે. તેમની સફળતાનો શ્રેય પસંદગીકારોના વર્કલોડ મેનેજમેન્ટને આપ્યો હતો.
  Published by:Ashish Goyal
  First published: