દિલ્હી વિરૂદ્ધ ધોની રમશે મોટો દાવો, જાણો CSK માટે જીત કેમ છે જરૂરી

News18 Gujarati
Updated: May 18, 2018, 1:29 PM IST
દિલ્હી વિરૂદ્ધ ધોની રમશે મોટો દાવો, જાણો CSK માટે જીત કેમ છે જરૂરી

  • Share this:
પોઈન્ટ ટેબલમાં એક વખત ફરીથી અંતિમ સ્થાન પર રહેવાની શરમજનક સ્થિતિનો સામનો કરી રહેલ દિલ્હી ડેયરડેવિલ્સની ટીમ ઈન્ડિયન પ્રીમિયર લીગના નોકઆઉટ માટે પહેલા જ ક્વોલિફાઈ કરી ચૂકેલ ચેન્નાઈ સુપરકિંગ્સને હરાવીને પ્રતિષ્ઠા બચાવવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.

સુપર કિંગ્સ 12 મેચોમાં આઠ જીત સાથે 16 પોઈન્ટ લઈને પહેલા જ નોકાઆઉટમાં જગ્યા બનાવી ચૂક્યું છે, જ્યારે દિલ્હીની ટીમ એટલી જ મેચોમાં માત્ર ત્રણ જીત સાથે 06 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલના તળીયે રહેલી છે. જો દિલ્હી પોતાની બે મેચો જીતી પણ જાય તો પણ તેના સ્થાનમાં કોઈ જ ફેરફાર થઈ શકે તેવું લાગી રહ્યું નથી.

બીજી તરફ સુપરકિંગ્સ આ મેચ જીતીને ટોચની બે ટીમોમાં પોતાની જગ્યા બનાવવાની કોશિશ કરશે, જેથી તેને ફાઈનલમાં ક્વોલિફાઈ કરવા માટે બે તક મળે.

ચેન્નાઈની ટીમે પ્લેઓફ માટે ક્વોલિફાઈલ તો કરી લીધું, પરંતુ હાલમાં તે નક્કી નથી કે, ધોનીની ટીમ ટોપ બે ટીમોમાંથી એક હશે કે નહી. અસલમાં કોલકાતા નાઈટ રાઈડર્સના પણ 14 પોઈન્ટ છે. એવામાં જો ચેન્નાઈની ટીમ પોતાની બંને મેચો હારી જાય છે અને કોલકાતા પોતાની અંતિમ મેચ જીતી લે છે તો બંને ટીમોના એક સરખા પોઈન્ટ થઈ જશે. એવામાં સનરાઈઝર્સ હૈદરાબાદ પછી પોઈન્ટ ટેબલમાં બીજા નંબરની ટીમનો નિર્ણય રનરેટથી થશે.

મહેન્દ્ર સિંહ ધોની ગમે તે રીતે આવી પરિસ્થિતિમાં પોતાની ટીમમાં નાંખવા માંગશે નહી. તે ઉપરાંત ટોપ-2માં રહેવા પર ફાઈનલમાં પહોંચવા માટે બે તક મળશે. એવામાં ચેન્નાઈની ટીમ ગમે તે રીતે દિલ્હી સામે જીત મેળવીને ટોપ-2માં પોતાની જગ્યા સુનિશ્ચિત કરવા ઈચ્છશે.
First published: May 18, 2018
વધુ વાંચો
अगली ख़बर