એ દિવસ...એ યાદ કોણ ભૂલી શકે જ્યારે મહેન્દ્રસિંહ ધોનીએ સિક્સર સાથે ટીમ ઇન્ડિયાને મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શ્રીલંકાને હરાવીને વર્લ્ડ ચેમ્પિયન બનાવવાનું ગૌરવ અપાવ્યું હતું. 1983 વર્લ્ડ કપના 28 વર્ષ પછી ટીમ ઇન્ડિયા ચેમ્પિયન બની હતી અને આ ખુશીમાં આખો દેશ ઉજવણીમાં સામેલ થયો હતો. અમિનેતા, રાજનેતા સાથે સામાન્ય લોકો પણ ઉજવણી માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા.
ટીમ ઇન્ડિયાને 275 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. ગૌતમ ગંભીરના 97 અને સુકાની ધોનીના અણનમ 91 રનની મદદથી ભારતે ઇતિહાસ રચી દીધો હતો. ધોનીએ 79 બોલમાં આ સ્કોર બનાવ્યો હતો. જેમાં 8 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. જેમા 49મી ઓવરના બીજા બોલે ટીમને જીત અપાવનારી જે સિક્સર ફટકારી હતી તે આજે પણ દરેક ક્રિકેટપ્રેમીઓને યાદ હશે.
આ વર્લ્ડ કપ વિનિંગ સિક્સરવાળું બેટ લંડન ચેરિટીમાં હરાજી દરમિયાન એક લાખ પાઉન્ડ (72 લાખ રૂપિયા)માં વેચાયું હતું. આ બેટની હરાજીમાંથી મળેલા પૈસા માહીએ ગરીબ બાળકોની મદદ માટે બનેલા સાક્ષી ફાઉન્ડેશને આપી દીધા હતા. આ ફાઉન્ડેશન ધોનીની પત્ની સાક્ષી ચલાવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર