શું અધુરા સપના સાથે ક્રિકેટને અલવિદા કરશે ધોની?

News18 Gujarati
Updated: July 10, 2019, 10:40 PM IST
શું અધુરા સપના સાથે ક્રિકેટને અલવિદા કરશે ધોની?
ધોનીએ મેચમાં લડાયક બેટિંગ કરતા 72 બોલમાં 50 રન બનાવ્યા

ધોનીએ મેચમાં લડાયક બેટિંગ કરતા 72 બોલમાં 50 રન બનાવ્યા

  • Share this:
ભારતીય ટીમ ક્રિકેટ વર્લ્ડ કપ 2019માંથી બહાર થઈ ગઈ છે. પ્રથમ સેમિ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે 18 રને પરાજય થયો હતો. ન્યૂઝીલેન્ડની ટીમ સતત બીજી વખત વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી છે. ઇન્ડિયાના પરાજય સાથે સવાલ થઈ રહ્યા છે કે શું મહેન્દ્રસિંહ ધોનીની ક્રિકેટ કારકિર્દી સમાપ્ત થઈ ગઈ છે. ધોનીએ આ મેચમાં લડાયક બેટિંગ કરતા 72 બોલમાં 50 રન બનાવ્યા હતા. જોકે તે રન આઉટ થતા ટીમને જીતાડી શક્યો ન હતો. ધોની વિકેટ વચ્ચે ઝડપી રન લેવા માટે ઓળખાય છે. જોકે માર્ટિન ગુપ્ટિલના સીધા થ્રોએ તેને આઉટ કર્યો હતો.

ધોનીના બેટ અને ક્રિઝ લાઇનની વચ્ચે એક ઇંચનું જ અંતર હતું. આ જ અંતર ભારત અને વર્લ્ડ કપ 2019ની ફાઇનલ વચ્ચે રહી ગયું હતું. ધોની માટે કહેવામાં આવે છે કે આ તેની અંતિમ વન-ડે ઇનિંગ્સ હોઈ શકે છે. ન્યૂઝીલેન્ડ સામેની મેચ ધોનીની વન-ડે કારકિર્દીની 350મી મેચ હતી.

આ પણ વાંચો - રવીન્દ્ર જાડેજા વર્લ્ડ કપમાં ફક્ત 2 મેચ રમીને નંબર 1 વન બન્યો

વર્લ્ડ કપ 2019 શરુ થયા પહેલા કહેવામાં આવતું હતું કે આ ધોનીનો અંતિમ વર્લ્ડ કપ છે. ધોનીએ પણ એવો ઇશારો કર્યો હતો કે તે 2019નો વર્લ્ડ કપ રમવા માંગે છે. જોકે ધોનીએ એક ન્યૂઝ ચેનલને કહ્યું હતું કે મને જ ખબર નથી કે હું ક્યારેય નિવૃત્તિ લઈશ. ધોની નિશ્ચિત રીતે વન-ડેના બે વર્લ્ડ કપ જીતવા માંગતો હતો પણ તેનું આ સપનું અધુરુ રહ્યું છે.
First published: July 10, 2019, 8:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading