ધોની હાલ સંન્યાસ નહીં લે, આ કામ પૂરું કરીને ક્રિકેટને અલવિદા કહેશે!

એમએસ ધોની (ફાઇલ તસવીર)

ધોની વિકેટકિપર તરીકે પ્રથમ પસંદગી રૂપે ભારત કે વિદેશમાં ટીમની સાથે નહીં જાય.

 • Share this:
  વિશ્વ કપમાં ભારતની સફર પૂરી થતાં જ વિકેટકીપર મહેન્દ્રસિંહ ધોનીના સંન્યાસની અટકળો વધારે તેજ થઈ છે. પોતાની કેપ્ટનશીપ હેઠળ 2011નો વર્લ્ડ કપ જીતાડનારા ધોનીએ ઇંગ્લેન્ડમાં ચોથો અને અંતિમ વર્લ્ડ કપ રમ્યો હતો. જોકે, ધોની કયા સમયે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે તેના વિશે કોઈને ખબર નથી.

  આ બધા વચ્ચે એક વાત નક્કી છે કે ધોની વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસ દરમિયાન ટીમનો ભાગ નહીં હોય. જેના કારણે તેના સંન્યાસની ચર્ચાએ જોર પકડ્યું છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના જણાવ્યા પ્રમાણે ધોની હાલ ક્રિકેટમાંથી સંન્યાસ નહીં લે. સંન્યાસ પહેલા તે પોતાનું અધૂરું કામ પૂરું કરશે.

  વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ દરમિયાન ધોની ટીમનો હિસ્સો નહીં હોય

  ઓગસ્ટની શરૂઆતમાં શરૂ થનારા વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ દરમિયાન ધોની ત્રણ ટી-20 અને ત્રણ વન ડેમાં ટીમ સાથે નહીં હોય. જોકે, ત્યાર બાદ તે ટીમ ઇન્ડિયામાં આવી રહેલા ફેરફારના અંતિમ ચરણમાં ભાગ લેશે.

  તે વિકેટકિપર તરીકે પ્રથમ પસંદગી રૂપે ભારત કે વિદેશમાં ટીમની સાથે નહીં જાય. ઋષભ પંત તેની જગ્યા લેશે અને તે સેટ નહીં થાય ત્યાં સુધી તેનું પ્રદર્શન સુધારવામાં મદદ કરશે.

  પંત સાથે ધોની


  ધોની ટીમ ઇન્ડિયામાં આવી રહેલા બદલાવમાં મદદ કરશે. તે ટીમ ઇન્ડિયાના 15નો ભાગ હશે પરંતુ પ્લેઇંગ 11માં ભાગ નહીં લે.

  જોકે, દિનેશ કાર્તિક પંતની સરખામણીમાં ખૂબ અનુભવી છે અને તે ટીમનો ભાગ બની શકે છે. આ ઓક્ટોબરમાં પંત 22 વર્ષનો થઈ જશે. ટીમે આવતા વર્ષે ઓસ્ટ્રેલિયામાં ટી20 વિશ્વકપ રમવાનો છે. ત્યાં સુધી તેની ઉંમર 23 વર્ષ થઈ જશે. ગત દિવસોમાં તેણે પોતાની ક્ષમતા પણ બતાવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ફેરફાર માટે આ યોગ્ય સમય છે.
  Published by:Vinod Zankhaliya
  First published: