ધોનીએ ખરીદી 90 લાખ રુપિયાની કાર, ભારતમાં આવી એકપણ કાર નથી!

ધોનીએ ખરીદી 90 લાખ રુપિયાની કાર

ધોનીની પત્ની સાક્ષીએ નવી ગાડીનો ફોટો સોશિયલ મીડિયા ઉપર શેર કર્યો

 • Share this:
  ભારતીય ક્રિકેટર એમએસ ધોની હાલ ભારતીય સેના સાથે કાશ્મીરમાં પોસ્ટિંગ પર છે. ટેરિટોરિયલ આર્મીની પોતાની યૂનિટ સાથે કામ કરવા માટે તેણે બે મહિનાનો આરામ લીધો છે. આ દરમિયાન તેના ઘરે એક નવી કાર આવી છે. ધોનીની પત્ની સાક્ષીએ નવી ગાડીનો ફોટો સોશિયલ મીડિયા ઉપર શેર કર્યો છે. ધોનીની નવી ગાડી જીપ ગ્રાન્ડ શેરોકી ટ્રેકહોક(Jeep Grand Cherokee Trackhawk) છે. જેની કિંમત ભારતમાં 80 થી 90 લાખ રુપિયા વચ્ચે છે. આ ગાડી 6.2L HEMI V8 એન્જીનથી લેસ છે.

  સાક્ષીએ ફોટો શેર કરી સોશિયલ મીડિયા ઉપર લખ્યું હતું કે ઘરમાં સ્વાગત છે રેડબીસ્ટ! તમારું રમકડું આખરે અહીં આવી ગયું ધોની, અમે તને મિસ કરી રહ્યા છીએ. આની નાગરિકતાની રાહ જોઈ રહ્યા છીએ કારણ કે આ ભારતમાં પોતાની રીતની પ્રથમ કાર છે.

  ધોનીને કારનો ઘણો શોખ છે. ધોની પાસે આ પહેલા ઘણી ગાડીઓ છે. તેની પાસે ફરાર 599 જીટીઓ, હેમર એચ-2, જીએમસી સિએરા સહિત ઘણી કાર છે


  ધોનીને કારનો ઘણો શોખ છે. ધોની પાસે આ પહેલા ઘણી ગાડીઓ છે. તેની પાસે ફરાર 599 જીટીઓ, હેમર એચ-2, જીએમસી સિએરા સહિત ઘણી કાર છે. ધોની પાસે બાઇકનું પણ ઘણું શાનદાર કનેક્શન છે.

  ધોનીની નવી ગાડી જીપ ગ્રાન્ડ શેરોકી ટ્રેકહોક(Jeep Grand Cherokee Trackhawk) છે. જેની કિંમત ભારતમાં 80 થી 90 લાખ રુપિયા વચ્ચે છે


  ધોનીની નવી ગાડી 5 સીટર છે અને તેમાં 6100 સીસીનું એન્જીન છે. 8 ગિયર છે અને એન્જીનની ક્ષમતા 707 એચપીની છે. આ કારમાં પાવર સ્ટેયરિંગ એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ, ઓટોમેટિક ક્લાઇમેન્ટ કંટ્રોલ, પાવર વિન્ડો ફ્રન્ટ છે. આ કાર હાલ ઇન્ડિયામાં એવેલેબલ નથી. જેથી બ્રિટનથી ઇમ્પોર્ટ કરવામાં આવી છે.
  Published by:Ashish Goyal
  First published: