ઈંગ્લેન્ડના ખેલાડી પર ગુસ્સે થયો 'કેપ્ટન કૂલ'- કહ્યું, જાનથી મારી નાંખીશ

News18 Gujarati
Updated: June 3, 2018, 12:24 PM IST
ઈંગ્લેન્ડના ખેલાડી પર ગુસ્સે થયો 'કેપ્ટન કૂલ'- કહ્યું, જાનથી મારી નાંખીશ

  • Share this:
ભારતીય ટીમના પૂર્વ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોની પોતાના શાંત સ્વભાવ માટે ફેમસ છે. ધોનીને તમે મેદાનમાં કે ડ્રેસિંગ રૂમમાં પોતાના સાથી ખેલાડીઓ પર ભાગ્યે જ ગુસ્સે થતોં જોય હશે. આ વર્ષે ધોનીએ પોતાની કેપ્ટનસીમાં ચેન્નાઈને આઈપીએલનો ખિતાબ અપાવીને મુંબઈ ઈન્ડિયન્સની સરખાણી કરી લીધી.

હાલમાં ધોની ટીમ ઈન્ડિયામાં કેપ્ટનના રૂપમાં રમતો નથી પરંતુ તેનો અનુભવ ટીમ માટે ખુબ જ કામ આવે છે. તે મેચ દરમિયાન વિરાટ કોહલીને ટીપ્સ આપતો રહે છે. જોકે, એક વખત કેપ્ટન કૂલ એટલો બધો ગુસ્સે થઈ ગયો હતો કે, ઈંગ્લેન્ડના ખેલાડીને મેદાનની વચ્ચો વચ જાનથી મારી નાંખવાની ધમકી આપી નાંખી હતી.

અસલમાં વર્ષ 2014માં ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડના પ્રવાસે ટેસ્ટ મેચ રમવા માટે ગઈ હતી અને તે દરમિયાન ભારતીય ટીમની કેપ્ટનસી ધોની કરી રહ્યો હતો. આનાથી પહેલા 2013માં ભારતે ઈંગ્લેન્ડ સામે સિરીઝ ગુમાવી હતી. આથી 2014માં થનાર આ ટેસ્ટ સિરીઝ ખુબ જ મહત્વની ગણાતી હતી. ભારતીય ટીમ પણ પોતાની બધી જ તૈયારી સાથે ઈંગ્લેન્ડ પહોંચી હતી.

સિરીઝની ચોથી ટેસ્ટ મેચ ટ્રેન્ટબ્રિઝમાં રમાઈ હતી, આ મેચમાં ભારત એક મોટા સ્કોર તરફ વધી રહ્યું હતું. બીજા દિવસે લંચથી પહેલા રવિન્દ્ર જાડેજા અને કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ટીમને સંભાળવાની કોશિશ કરી રહ્યાં હતા અને આ વચ્ચે ઈંગ્લેન્ડનો ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને સ્લેજિંગ શરૂ કરી દીધું. મિરરમાં છપાયેલી એક રિપોર્ટ અનુસાર જેમ્સ એન્ડરસન સતત જાડેજાને લઈને કોમેન્ટ પાસ કરી રહ્યો હતો, ત્યાર બાદ જાડેજાએ તેમની વાતોના જવાબ આપવાનું શરૂ કરી દીધું અને બંને વચ્ચે ગરમાગરમી વધી ગઈ.

એન્ડરસને જાડેજાને અપશબ્દ બોલવાનું શરૂ કરી દીધું હતું. લંચ થતાની સાથે જ બંને ટીમો પોતાના ડ્રેસિંગ રૂમ તરફ વધવા લાગી હતી. આ દરમિયાન એન્ડરસને જાડેજાને ડ્રેસિંગ રૂમમાં આવીને મારવાની ધમકી આપી. એન્ડરસનની વાત સાંભળતાની સાથે જ ધોની પોતાના પર કંટ્રોલ કરી શક્યો નહી અને એન્ડરસનને આડે હાથે લઈ લીધો. ધોનીએ એન્ડરસને કહ્યું કે, જો તું ઈન્ડિયન ડ્રેસિંગ રૂમની આજુ-બાજું પણ નજરે પડ્યો તો તારો જીવ નિકાળી દઈશ. આ આખી સિઝનમાં બંને ટીમોના ખેલાડીઓ વચ્ચે ઘણી બધી બોલાચાલી થઈ હતી.
First published: June 3, 2018, 12:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading