આ રેસમાં કોહલી અને સચિન નહીં ફક્ત નરેન્દ્ર મોદી જ આપે છે ધોનીને પડકાર!

News18 Gujarati
Updated: July 27, 2018, 4:27 PM IST
આ રેસમાં કોહલી અને સચિન નહીં ફક્ત નરેન્દ્ર મોદી જ આપે છે ધોનીને પડકાર!

  • Share this:
ભારતના પૂર્વ સુકાની મહેન્દ્રસિંહ ધોનીની નિવૃત્તિની અટકળો ભલે બધા કરી રહ્યા હોય પણ એક તાજા સર્વેમાં સાબિત થયું છે કે ભારતમાં ધોનીથી કોઈ મોટો ક્રિકેટર નથી. એક સર્વે પ્રમાણે લોકપ્રિયતાના મામલે ધોની સૌથી આગળ છે. YouGov ના લેટેસ્ટ ઓનલાઇન સર્વેમાં ધોનીએ ભારતના વર્તમાન સુકાની વિરાટ કોહલી અને મહાન બેટ્સમેન સચિન તેંડુલકરને પણ પાછળ રાખી દીધા છે. ધોની લોકપ્રિયતાના મામલે ફક્ત નરેન્દ્ર મોદી કરતા જ પાછળ છે.

YouGovના ઓનલાઇન સર્વેમાં 40 લાખ લોકોએ ભાગ લીધો હતો. જેમાં પ્રશંસાના મામલે 7.7 ટકા સ્કોર સાથે ધોની દેશનો નંબર -1 સ્પોર્ટ્સમેન પસંદ થયો હતો. ધોની ફક્ત નરેન્દ્ર મોદી કરતા જ પાછળ રહ્યો હતો. ધોની પછી બીજા નંબરે સચિન તેંડુલકર છે. જેને 6.8 % સ્કોર મળ્યો હતો. સુકાની વિરાટ કોહલીને 4.8% સ્કોર મળ્યા હતા.

ધોનીની સુકાનીમાં ભારતે ટી-20 વર્લ્ડ કપ, વન-ડે વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. આવી સિદ્ધિ મેળવનાર એકમાત્ર સુકાની છે. ધોનીએ ભલે ટીમ ઇન્ડિયાની કેપ્ટનશિપ છોડી દીધી હોય પણ તે આઈપીએલમાં ચેન્નાઈ સુપરકિંગ્સનો સુકાની છે. તેની આગેવાનીમાં સીએસકેને 2018માં ચેમ્પિયન બનાવી હતી.
First published: July 27, 2018, 4:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading