Home /News /sport /મહેન્દ્ર સિંહ ધોનીએ રસ્તા વચ્ચે જ પૂરી કરી ફેન્સની ઈચ્છા, વીડિયો થઈ રહ્યો છે વાયરલ

મહેન્દ્ર સિંહ ધોનીએ રસ્તા વચ્ચે જ પૂરી કરી ફેન્સની ઈચ્છા, વીડિયો થઈ રહ્યો છે વાયરલ

ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની-CSK ઈન્સ્ટાગ્રામ

મહેન્દ્ર સિંહ ધોનીનો ક્રેઝ આજે પણ અકબંધ છે તે જ્યાં પણ જાય છે, ચાહકો તેની એક ઝલક મેળવવા માટે ભેગા થાય છે અને ધોની પણ તેના ચાહકોને ક્યારેય નિરાશ કરતો નથી. ફેન્સનો દીવસ બનાવી દેતો ધોનીનો આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

મહેન્દ્ર સિંહ ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. પરંતુ તેની ફેન ફોલોઈંગમાં કોઈ ઘટાડો થયો નથી. તે જ્યાં પણ જાય છે, ત્યા ચાહકો તેની એક ઝલક મેળવવા પહોંચી જાય છે જેમાં ચાહકો પણ તેમના મનપસંદ ક્રિકેટર પાસે ઘણી માંગણીઓ કરતા હોય છે. કેટલાક સેલ્ફી લેવા માંગે છે તો કેટલાકને ઓટોગ્રાફ જોઈએ છે. જોકે, એવું ભાગ્યે જ બને છે કે ધોની કોઈને નિરાશ કરે છે. અને માહીએ ફરી એકવાર આવું જ કંઈક કર્યું છે. તેણે રસ્તાની વચ્ચોવચ તેના ફેન્સનો દિવસ બનાવી દીધો.જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ધોનીનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં ટીમ ઈન્ડિયાનો પૂર્વ કેપ્ટનને  રોડ પર તેના એક ફેન્સને પીઠ પર જ ઓટોગ્રાફ આપી દીધો. જોકે, આવું ભાગ્યે જ જોવા મળતુ હોય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ધોની સફેદ ટી-શર્ટ પહેરેલા ફેનને પીઠ પર ઓટોગ્રાફ આપતો જોવા મળી રહ્યો છે. પોતાના મનપસંદ ખેલાડી પાસેથી મળેલા ઓટોગ્રાફથી ફેન્સની ખુશીનો પણ કોઈ પાર ન રહ્યો. આ ઓટોગ્રાફ પછી ફેન્સ પણ ભાગ્યે જ આ ટી-શર્ટ ધોવાનું વિચારશે.



જોકે, હાલમાં જ ધોનીનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તે હાર્દિક પંડ્યા સાથે ડાન્સ કરતો જોવા મળ્યો હતો. ફેન્સને ધોનીની આ સ્ટાઈલ ઘણી પસંદ આવી હતી. કારણ કે ધોની આ અંદાજમાં ભાગ્યે જ જોવા મળ્યો છે. ધોની છેલ્લા બે વર્ષથી માત્ર આઈપીએલ જ રમી રહ્યો છે. આ ટૂર્નામેન્ટ દરમિયાન તે ક્રિકેટના મેદાનમાં જોવા મળે છે. ધોનીએ IPL 2022 પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટન્સી છોડી દીધી હતી.

આ પણ વાંચો: અમદાવાદના વેપારી પરિવારે દીકરીના જન્મ દિવસની ઉજવણી યાદગાર બનાવી

તેમના સ્થાને રવિન્દ્ર જાડેજાને ટીમની કપ્તાની સોંપવામાં આવી હતી. પરંતુ, જાડેજાની કપ્તાની હેઠળ CSKનું પ્રદર્શન શરૂઆતની મેચોમાં ખરાબ રહ્યું હતું. આ પછી સીઝનના મધ્યમાં ધોનીને ફરીથી કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આ પછી ચેન્નાઈની ટીમ વિનિંગ ટ્રેક પર પાછી ફરી હતી. પરંતુ, તે સમયે મોડું થઈ ગયું હતું અને CSK 14 માંથી 4 મેચ જીતીને 9મા સ્થાને આવી ગઈ હતી. IPL 2023માં ધોની ચેન્નાઈ સુપર કિંગ્સનું નેતૃત્વ કરશે.
First published:

Tags: Cricketers, Indian cricket news, Indian cricketer, Ms dhoni, Viral videos

विज्ञापन