ધોનીએ 18 વર્ષના યુવાનને પણ શરમાવે તેવો અફલાતુન કેચ કર્યો

News18 Gujarati
Updated: October 27, 2018, 4:40 PM IST
ધોનીએ 18 વર્ષના યુવાનને પણ શરમાવે તેવો અફલાતુન કેચ કર્યો
ધોનીએ વિન્ડીઝ સામે ત્રીજી વન-ડેમાં હેમરાજનો અફલાતુન કેચ કર્યો

વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રીજી વન-ડેમાં મહેન્દ્રસિંહ ધોનીના એક કેચની જોરદાર ચર્ચા થઈ રહી છે

  • Share this:
વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રીજી વન-ડેમાં મહેન્દ્રસિંહ ધોનીના એક કેચની જોરદાર ચર્ચા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર ધોનીનો આ કેચ વાયરલ થયો છે. ખાસ વાત એ છે કે એક દિવસ પહેલા જ ધોનીને ટી-20 ટીમમાંથી પડતો મુક્યો હતો. ત્યારે ધોનીના આ અફલાતુન કેચે પસંદગીકારોના નિર્ણય પર સવાલ ઉભા કર્યા છે.

મેચની છઠ્ઠી ઓવરમાં બુમરાહના બાઉન્સ બોલ પર હેમરાજે શોટ રમ્યો હતો. આ શોટ હવામાં ઉછાળ્યો હતો. ધોની બોલની પાછળ દોડ્યો હતો અને ડ્રાઇવ મારી આ કેચ કરી લીધો હતો. ધોનીએ આ કેચ કરવા માટે 20 થી 25 પગલા દોડ્યો હતો. આ કેચના બધા જ વખાણ કરી રહ્યા છે, કારણ કે 37 વર્ષની ઉંમરમાં આવી રીતે ડ્રાઇવ લગાવી કેચ કરવો આસાન હોતો નથી.

હેમરાજ 15 રન બનાવી આઉટ થયો હતો.

ધોનીને ટી-20માંથી કેમ કર્યો બહાર, મુખ્ય પસંદગીકાર પ્રસાદે આપ્યું આવું કારણ
First published: October 27, 2018, 4:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading