કોહલી પર ગુસ્સે થયો સેહવાગ, કહ્યું - તે ખેલાડીઓ પર વિશ્વાસ કરતો નથી, ધોનીના સમયે આવું ન હતું

News18 Gujarati
Updated: January 21, 2020, 4:47 PM IST
કોહલી પર ગુસ્સે થયો સેહવાગ, કહ્યું - તે ખેલાડીઓ પર વિશ્વાસ કરતો નથી, ધોનીના સમયે આવું ન હતું
વીરેન્દ્ર સેહવાગ

ધોની પ્રતિભાને સારી રીતે પારખતો હતો અને તેણે તે મહાન ખેલાડીઓને ઓળખ્યા જે ભારતીય ક્રિકેટને આગળ લઈને ગયા - સેહવાગ

  • Share this:
નવી દિલ્હી : પૂર્વ ઓપનર બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગ (Virender Sehwag)ને લાગે છે કે જો લોકેશ રાહુલ (Lokesh Rahul)ટી-20માં પાંચમાં નંબરે કેટલીક મેચોમાં નિષ્ફળ જાય તો ભારતીય ટીમ મેનજમેન્ટ તેમને આ સ્થાન પર યથાવત્ રાખશે નહીં. જ્યારે મહેન્દ્રસિંહ ધોની(Mahendra Singh Dhoni)ના યુગમાં દરેકને પુરતી તક આપવામાં આવતી હતી. સેહવાગે ‘ક્રિકબઝ’ને કહ્યું હતું કે જો લોકેશ રાહુલ પાંચમાં નંબરે બેટિંગ કરતા ચાર વખત નિષ્ફળ રહે તો વર્તમાન ભારતીય ટીમ મેનેજમેન્ટ તેનું સ્થાન બદલવાનો પ્રયત્ન કરશે. જોકે ધોની સાથે આમ થતું ન હતું. તે જાણતા હતો કે ખેલાડીઓને આવી સ્થિતિમાં સમર્થન કરવું કેટલું મહત્વપૂર્ણ હોય છે. કારણ કે તે પોતે આ મુશ્કેલ સમયમાંથી પસાર થયો હતો.

ધોની ખેલાડીઓને ફુલ સપોર્ટ કરતો હતો
સેહવાગને પુછવામાં આવ્યું હતું કે શું હવે ટીમમાં ખેલાડીઓને લઈને ધીરજ ઓછી થઈ ગઈ છે. આ સવાલ પર સેહવાગે કહ્યું હતું કે જ્યારે એમએસ ધોની કેપ્ટન હતો તો બેટ્સમેનોના ક્રમમાં એક સ્પષ્ટતા રહેતી હતી. તે પ્રતિભાને સારી રીતે પારખતો હતો અને તેણે તે મહાન ખેલાડીઓને ઓળખ્યા જે ભારતીય ક્રિકેટને આગળ લઈને ગયા. તેને ખબર હતી કે આ તેના ઓપનર છે, આ મિડલ ઓર્ડરમાં રમશે. તે પોતે નંબર 5 ઉપર આવતો હતો અને પછી કેદાર જાધવ 6 નંબર પર અને પછી હાર્દિક પંડ્યા કે રવીન્દ્ર જાડેજા. તે નીચે આવનાર બેટ્સમેનોને બેક કરતો હતો. જો રાહુલ પાંચમાં નંબરે સતત ચાર ઇનિંગ્સમાં નિષ્ફળ જાય તો કોહલી તેને બદલતો જોવા મળશે. આવું ધોનીના સમયમાં થતું ન હતું. ધોની પોતે ત્યાં રમતો હતો.

આ પણ વાંચો - ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલા ભારતીય ટીમને ફટકો, ધવન ટી-20 અને વન-ડે શ્રેણીમાંથી બહાર

ધોનીની મદદથી રોહિતને મળ્યો ફાયદો
સેહવાગે રોહિત શર્માની સફળતા પાછળ એક મોટું કારણ મહેન્દ્રસિંહ ધોનીને ગણાવ્યો છે. સેહવાગે કહ્યું હતું કે રોહિત મિડલ ઓર્ડરમાં બેટિંગ કરતો હતો. અહીં રમવું મુશ્કેલ કામ છે. આવા સમયે તેની એવરેજ અને રન ઓછા હતા. ધોનીએ 2013માં ચેમ્પિયન્સ ટ્રોફીમાં રોહિત શર્માને મિડલ ઓર્ડરના બદલે ઓપનરના રુપમાં પ્રમોટ કર્યો હતો.ઓપનર બન્યા પહેલા રોહિત શર્માએ 2013 સુધી 108 ઇનિંગ્સમાં 36.07ની એવરેજ અને 78.88ની સ્ટ્રાઇક રેટથી 3174 રન બનાવ્યા હતા. આ પછી ઓપનર બન્યા પછી 108 ઇનિંગ્સમાં 60.65ની એવરેજ અને 95.38ની સ્ટ્રાઇક રેટથી 5822 રન બનાવ્યા છે.
First published: January 21, 2020, 4:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading