ધોની સાથે છેતરપિંડી, આ કંપની નથી આપી રહી 150 કરોડ રૂપિયા

News18 Gujarati
Updated: April 12, 2018, 3:24 PM IST
ધોની સાથે છેતરપિંડી, આ કંપની નથી આપી રહી 150 કરોડ રૂપિયા

  • Share this:
ઈન્ડિયન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ રિયલ એસ્ટેટ કંપની આમ્રપાલી વિરૂદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં કેસ નોધાવ્યો છે. ધોનીએ આરોપ લગાવ્યો છે કે, કંપનીનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા બાદ આમ્રપાલીએ તેમને ઘણા વર્ષોથી તેમની ફિ ચૂકવી નથી. આમ્રપાલીએ 2011માં ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતની જીત બાદ ટીમ ઈન્ડિયાના દરેક સભ્યને નોએડા એક્સટેન્શનમાં આમ્રપાલી ડ્રીમ વેલી પ્રોજેક્ટમાં એક વિલા ભેટના રૂપમાં આપ્યો હતો. ધોનીને 1 કરોડની કિંમતવાળો અને ટીમના બાકીના સભ્યોને 55 લાખ રૂપિયાવાળો વિલા આપ્યા હતા. તમને જણાવી દઈએ કે, આમ્રપાલી નાણાકિય સંકટમાં ફસાયેલી છે. તે માટે કંપની ઘણા બધા હાઉસિંગ પ્રોજેક્ટ પૂરા કરી શકી નથી. આમ્રપાલી ગ્રુપને નોએડા અને ગ્રેટર નોએડામાં 10 હાઉસિંગ પ્રોજેક્ટસમાં લગભગ 40,000 ફ્લેટની ડિલિવરી આપવાની છે.

શું છે મામલો

ઋતિ સ્પોર્ટ્સના મેનેજિંગ ડાયરેક્ટર અરૂણ પાંડે તરફથી આપવામાં આવેલ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, બેન્ડિંગ અને માર્કેટિંગ એક્ટિવિટીઝ માટે અમને પૈસા આપવામાં આવ્યા નથી. પાંડે જણાવ્યું કે, ઋતિ સ્પોટ્સનું આમ્રપાલી પર લગભગ 200 કરોડ રૂપિયાનું દેવુ છે.

હોમબાયર્સની નારાજગી પછી ધોનીએ તોડ્યો સંબંધ

આમ્રપાલીના હાઉસિંગ પ્રોજેક્ટ પૂરા ન થવાને લઈને નારાજ હોમબાયર્સના સોશિયલ મીડિયા પર ધોનીને નિશાન બનાવ્યા બાદ તેમને એપ્રિલ 2016માં કંપનીથી બ્રાન્ડ એમ્બેસેડરના રૂપમાં પોતાના સંબંધો પર પૂર્ણ વિરામ મૂકી દીધા હતા. હોમબાયર્સે  પોતાની ટ્વિટમાં ધોનીને આમ્રપાલીથી અલગ થવા  પર કંપનીએ પોતાના કોન્ટ્રાક્ટને પૂરૂ કરવા માટે દબાણ કર્યું હતું. તમને જણાવી દઈએ કે, ધોની 6-7 વર્ષ સુધી આમ્રપાલીના બ્રાન્ડ એમ્બેસેડર રહ્યો હતો.

રિયલ્ટી સેક્ટરની મંદીમાં ફસાય કંપનીકંપનીનું કહેવું છે કે, રિયલ્ટી સેક્ટરમાં મંદીના કારણે તેના વેચાણમાં ઘટાડો થયો છે અને આ કારણે તેને તેના પ્રોજેક્ટ પૂરા કરવામાં મુશ્કેલી પડી રહી છે. પાછલા વર્ષે બેન્ક ઓફ બરોડએ આમ્રપાલી ગ્રુપ વિરૂદ્ધ નેશનલ કંપની લો ટ્રાઈબ્યૂનલ (NCLT)માં ઈન્સોલ્વન્સી માટે કેસ દાખલ કરાવ્યો હતો. ત્યાર બાદ આમ્રપાલી ગ્રુપના પ્રોજેક્ટમાં એપાર્ટમેન્ટ ખરીદનાર લોકોએ પોતાના ઈન્વેસ્ટમેન્ટની સુરક્ષાની માંગ કરીને સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
First published: April 12, 2018
વધુ વાંચો
अगली ख़बर