Home /News /sport /ધોનીએ પત્ની સાક્ષીને પહેરાવી સેન્ડલ, તસવીર થઈ વાયરલ

ધોનીએ પત્ની સાક્ષીને પહેરાવી સેન્ડલ, તસવીર થઈ વાયરલ

ધોનીએ પત્ની સાક્ષીને પહેરાવી સેન્ડલ, તસવીર થઈ વાયરલ

ધોનીને એ વાતની ચિંતા નથી કે આ તસવીરથી લોકો તેના વિશે શું વિચારશે

ભારતનો સૌથી સફળ સુકાની મહેન્દ્રસિંહ ધોની ક્રિકેટના મેદાનમાં જ નહીં બહાર પણ કૂલ અંદાજમાં જોવા મળે છે. તે સુપરસ્ટાર ક્રિકેટર હોવા છતા તેનો વ્યવહાર એકદમ સૌમ્ય છે. ક્રિકેટના મેદાન ઉપર પણ તે વધારે નારાજ થતો નથી. ફરી એક વખત તેણે એવું કામ કર્યું છે કે તેના પ્રશંસકો ખુશ થઈ ગયા છે. કેપ્ટન કૂલ નામથી પ્રખ્યાત ધોની એક તસવીરમાં પત્ની સાક્ષીને સેન્ડલ પહેરાવવામાં મદદ કરતો જોવા મળે છે.

સાક્ષી ધોનીએ ઇન્સ્ટાગ્રામ ઉપર ફોટો પોસ્ટ કર્યો છે અને કેપ્શન લખી છે કે તમે સેન્ડલ માટે પૈસા આપ્યા છે તો તેને પહેરાવો પણ તમે. ધોનીને એ વાતની ચિંતા નથી કે આ તસવીરથી લોકો તેના વિશે શું વિચારશે. લોકોની પરવા કર્યા વગર ધોની સાક્ષીને સેન્ડલ પહેરાવે છે.








View this post on Instagram





You paid for the shoes so you tie them tooo !!! Photo Credit - @k.a.b.b.s


A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r) on






ધોની હાલ ક્રિકેટથી દૂર છે અને પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો છે. તે સોશિયલ મીડિયા ઉપર પણ એક્ટિવ છે. હાલમાં જે તેણે પોતાની પુત્રી ઝીવા સાથે એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તે તેની સાથે ડાન્સ કરતો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો - અમિતાભ બચ્ચન કરતા પણ લાંબો થઈ ગયો અર્જુન તેંડુલકર, જાણો તેની હાઇટ
First published:

Tags: Ms dhoni, Sakshi dhoni