ધોનીને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળવું જોઈએ? કુંબલેએ આપ્યો આ જવાબ

ધોનીને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળવું જોઈએ? કુંબલેએ આપ્યો આ જવાબ
મહેન્દ્ર સિંહ ધોનીના ભવિષ્ય વિશે અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે. (ફાઇલ તસવીર)

અનિલ કુંબલેએ કહ્યું કે, મહેન્દ્ર સિંહ ધોનીને ક્રિકેટથી યોગ્ય વિદાય મળવી જોઈએ

 • Share this:
  ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team)ના પૂર્વ કેપ્ટન અને કોચ અનિલ કુંબલે (Anil Kumble)નું કહેવું છે કે દિગ્ગજ વિકેટકિપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni)ને ક્રિકેટથી યોગ્ય વિદાય મળવી જોઈએ. કુંબલેએ કહ્યું કે, તેમને એ વાતનો પાકો વિશ્વાસ નથી કે ધોની હાલની ટીમમાં સ્થાન મેળવવા માટે દાવેદાર છે. એવામાં સિલેક્ટરોને તેના ભવિષ્યને લઈને ચર્ચા કરવી જોઈએ. કુંબલેએ તેની સાથે જ કહ્યું કે ક્રિકેટમાં શાનદાર યોગદાન માટે ધોની યોગ્ય વિદાયનો હકદાર છે અને તેના માટે સિલેક્ટરોએ તેની સાથે વાત કરવી જોઈએ.

  ધોનીને યોગ્ય વિદાય મળવી જોઈએ  આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ધોનીના ભવિષ્યનો ચર્ચાનો વિષય છે અને સિલેક્ટરોએ આ વાતની સંકેત આપ્યા છે કે તેઓ આગળનું વિચારી રહ્યા છે. કુંબલેએ ધોનીના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમવાનું ચાલુ રાખવા વિશે પૂછતાં કુંબલેએ ક્રિકેટનેક્સ્ટને કહ્યું કે, મને લાગે છે કે પંતે ચોક્કસપણે વિકેટકિપર-બેટ્સમેન તરીકે મજબૂત દાવો રજૂ કર્યો છે. ખાસ કરીને ટી20 ફોર્મેટમાં તેનું પ્રદર્શન સારું રહ્યું છે. એવામાં ધોની સાથે વાતચીત કરવાની જરૂર છે. તે સારી વિદાયનો હકદાર છે અને તમારે તેની સાથે વાત કરવી જોઈએ.


  અનિલ કુંબલે જ્યારે કોચ હતો ત્યારે ટીમ ઈન્ડિયા માત્ર એક ટેસ્ટ હારી હતી. (ફાઇલ તસવીર)


  સિલેક્ટરોએ ધોની સાથે વાત કરવી જોઈએ

  કુંબલે ઈચ્છે છે કે સિલેક્ટરો આગામી કેટલાક મહિનાઓમાં ભવિષ્યને લઈને સ્થિતિ સ્પષ્ટ કરે. તેઓએ કહ્યું કે, ટીમ માટે સિલેક્ટરોએ યોજનાઓ વિશે ચર્ચા કરવી જોઈએ કારણ કે એ મહત્વપૂર્ણ છે કે તેના વિશે વ્યવસ્થિત રીતે જણાવવામાં આવે. જો સિલેક્ટરોનું માનવું છે કે ધોની ટી20 વર્લ્ડ કપની યોજનામાં ફિટ બેસે છે તો મને લાગે છે કે તેણે દરેક મેચમાં રમવું જોઈએ.

  આ પણ વાંચો, 3D ટ્વિટ ઉપર રાયડુને કોઈ અફસોસ નથી, 'પસંદગી ન થતા નિરાશ હતો'

  કુંબલેએ કહ્યું કે, જો એવું નથી તો સિલેક્ટરોએ ધોનીની વિદાય માટે ચર્ચા કરવી જોઈએ. મને લાગે છે કે તેને આગામી બે મહિનામાં આવું કરવું જોઈએ.

  ધોની બે મહિનાથી ક્રિકેટથી દૂર છે

  નોંધનીય છે કે, વર્લ્ડ કપમાં ભારતીય ટીમ સેમીફાઇનલથી બહાર થયા બાદ ધોની ક્રિકેટથી દૂર છે. તેણે બે મહિનાનો આરામ લીધો હતો. ત્યારબાદ તેને વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ અને દક્ષિણ આફ્રિકા સામેની સ્થાનિક સીરીઝ માટે ટીમ ઈન્ડિયામાં પસંદ નથી કરવામાં આવ્યો.

  આ પણ વાંચો, US Open: 23 ગ્રાન્ડ સ્લેમ જીતનારી સેરેનાને હરાવી 19 વર્ષીય બિયાંકાએ ઈતિહાસ રચ્યો
  First published:September 08, 2019, 10:42 am