ક્રિકેટના મેદાનથી દૂર ધોની બનાવી રહ્યો છે પાણીપુરી, Video વાયરલ

ક્રિકેટના મેદાનથી દૂર ધોની બનાવી રહ્યો છે પાણીપુરી,

ધોની હાલ ટીમ ઇન્ડિયામાંથી બહાર છે પણ તે સતત ચર્ચામાં છે

 • Share this:
  નવી દિલ્હી : એમએસ ધોની...ભારતીય ક્રિકેટનું એ નામ છે જેને ટીમ ઇન્ડિયાના પ્રશંસકો ભુલાવી શકતા નથી. ધોની હાલ ટીમ ઇન્ડિયામાંથી બહાર છે પણ તે સતત ચર્ચામાં છે. ધોનીનો કોઇનો કોઈ વીડિયો કે ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતો રહે છે. જે હંમેશા ચર્ચાનું કેન્દ્ર બને છે. ફરી એક વખત ધોનીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં ધોની પાણીપુરી બનાવી રહ્યો છે.

  ધોની પોતાના મિત્રો આરપી સિંહ અને લેગ સ્પિનર પિયુષ ચાવલાને પાણીપુરી ખવડાવતો જોવા મળે છે. આ વીડિયોમાં ધોની પાણીપુરીમાં મસાલા અને પાણી ભરીને પિયુષ ચાવલાને આપી રહ્યો છે અને આ પછી આરપી સિંહને પણ પાણીપુરી આપી રહ્યો છે. આરપી સિંહ તો પાણીપુરી ખાધા પછી ધોનીને ધન્યવાદ પણ કહેતો જોવા મળે છે. આ વીડિયો માલદિવનો છે. આ ત્રણેય ખેલાડી એક કાર્યક્રમ માટે માલદિવમાં ગયા હતા.

  આ પણ વાંચો - એકસમયે પાણીપુરી વેચતો હતો, હવે પાકિસ્તાન સામે વર્લ્ડ કપમાં ફટકારી સદી  ધોની જુલાઈમાં ન્યૂઝીલેન્ડ સામે આઈસીસી વર્લ્ડ કપ-2019ની સેમિ ફાઇનલ પછી કોઈ મેચ રમ્યો નથી. ટીમ ઇન્ડિયામાં તેની વાપસીના કોઈ સમાચાર નથી. તેની વાપસી ક્યારે થશે તેના વિશે કોઈ જવાબ આપી રહ્યું નથી. ધોની ટીમ ઇન્ડિયામાં રમશે કે નહીં તેની પણ કોઈને ખબર નથી. જોકે તેની આઈપીએલમાં વાપસી નક્કી છે. ધોની આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશિપ કરતો જોવા મળશે.
  Published by:Ashish Goyal
  First published: