ધોની ટીમ ઇન્ડિયામાં વાપસી માટે આવી રીતે તૈયારી કરી રહ્યો છે, બહાર આવ્યો VIDEO

ધોનીએ ક્રિકેટમાંથી બ્રેક લીધો છે, આ દરમિયાન સતત ધોનીની નિવૃત્તિની અટકળો ચાલી રહી છે

ધોનીએ ક્રિકેટમાંથી બ્રેક લીધો છે, આ દરમિયાન સતત ધોનીની નિવૃત્તિની અટકળો ચાલી રહી છે

 • Share this:
  રાંચી : ભારત(India)નો પૂર્વ કેપ્ટન એમએસ ધોની (MS Dhoni) લાંબા સમયથી ક્રિકેટના મેદાન પર ઉતર્યો નથી. આ વર્ષે ક્રિકેટ વર્લ્ડ કપ (ICC Cricket World Cup)ની સેમિફાઇનલમાં ભારતનો ન્યૂઝીલેન્ડ સામે પરાજય થયો હતો. આ મુકાબલા પછી ધોનીએ ક્રિકેટમાંથી બ્રેક લીધો છે. આ દરમિયાન સતત ધોનીની નિવૃત્તિની અટકળો ચાલી રહી છે. જોકે ધોનીએ નિવૃત્તિને લઈને હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી. લાગે છે કે ધોની જલ્દી ટીમ ઇન્ડિયામાં પાછો ફરવાનો છે. જેની એક ઝલક જોવા મળી છે.

  સોશિયલ મીડિયા ઉપર ધોનીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે નેટ પ્રેક્ટિસ કરતો જોવા મળે છે. ધોનીના પ્રશંસકો માટે આ સારા સમાચાર છે. આ વીડિયો જેએસસીએ સ્ટેડિયમનો છે. ધોની ગુરુવારે સ્ટેડિયમમાં નવી પ્રેક્ટિસ પિચનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યો હતો. પિચના ઉદ્ઘાટન પછી તેણે બાળકો સાથે ફોટા પણ પડાવ્યા હતા. ધોનીએ પેડ પહેરી પ્રેક્ટિસ પણ કરી હતી. તેણે સ્ટેડિયમમાં યુવા ખેલાડી સાથે પ્રેક્ટિસ કરી હતી.

  આ પણ વાંચો - દીપક ચાહરે ફરી કમાલ કરી, ત્રણ દિવસમાં બીજી હેટ્રિક ઝડપી  ધોનીના ઘરેલું મેદાન પર આ પિચ લાલ, કાળી અને પીળી માટીમાંથી તૈયાર કરવામાં આવી છે. જેથી ખેલાડીઓને સારો અનુભવ મળી શકે. 2013થી અત્યાર સુધી અહીં ફક્ત કાળી માટીની પિચ જ હતી. પ્રેક્ટિસ માટે પિચ બનાવવાનો વિચાર મહેન્દ્રસિંહ ધોની એ જ આપ્યો હતો. આ દરમિયાન બીસીસીઆઈના પૂર્વ એક્ટિંગ સેક્રેટરી અમિતાભ ચૌધરી અને જેએસસીએના વાઇસ પ્રેસિડેન્ટ અજય નાથ શાહદેવ પણ હાજર હતા.

  ક્રિકેટથી દૂર ધોની હાલના દિવસોમાં રાંચીમાં પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો છે. થોડાક દિવસો પહેલા રાંચીમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચોથી ટેસ્ટ રમાઈ હતી. ત્યારે તે ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ રુમમાં જોવા મળ્યો હતો. હાલ તેની તૈયારીઓ જોઈને પ્રશંસકો આશા રાખી રહ્યા છે કે તે જલ્દી મેદાનમાં પાછો ફરશે.
  Published by:Ashish Goyal
  First published: