ટીમ ઇન્ડિયાની બસમાં હજુ પણ ધોનીની સીટ ખાલી રહે છે, જાણો કેમ

ધોની અને ચહલ

બીસીસીઆઈ ટીવીમાં પોસ્ટ થયેલા ચહલના વીડિયોમાં ધોનીને યાદ કર્યો

 • Share this:
  હેમિલ્ટન : ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર શાનદાર પ્રદર્શન કરી રહેલી ટીમ ઇન્ડિયા હવે ટી-20 શ્રેણીની ત્રીજી મેચ બુધવારે રમશે. ભારતીય ટીમ આ મુકાબલા માટે હેમિલ્ટન પહોંચી ગઈ છે. ભારતીય ટીમ બસમાં હેમિલ્ટન ગઈ હતી અને આ યાત્રા દરમિયાન ટીમ ઇન્ડિયાના લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલે (Yuzvendra Chahal)ચહલ ટીવી (Chahal TV)પર ઘણા ભારતીય ખેલાડીઓ સાથે વાત કરી હતી. ચહલે કેએલ રાહુલ, ઋષભ પંત, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ સાથે વાતચીત કરી હતી. જોકે આ દરમિયાન તેમણે ધોની(MS Dhoni)પર એક મોટું નિવેદન કર્યું છે.

  ચહલે કર્યો ધોનીને યાદ
  બીસીસીઆઈ ટીવીમાં પોસ્ટ થયેલા ચહલના વીડિયોમાં તેણે ધોનીને યાદ કર્યો હતો. બસની સૌથી પાછળની સીટ પર બેસીને ચહલે બતાવ્યું હતું કે ધોનીને ટીમ ઇન્ડિયા ઘણી યાદ કરે છે, માહી ભાઈ અહીં બેસતા હતા. તેમની સીટ આજે પણ ટીમ બસમાં ખાલી રહે છે. અમે તેમને ઘણા મિસ કરી રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે એમએસ ધોની આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019 પછી ટીમ ઇન્ડિયામાંથી બહાર છે અને માનવામાં આવે છે કે ટીમમાં તેની વાપસી મુશ્કેલ છે. જોકે તેને હજુ પણ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ યાદ કરે છે.

  આ પણ વાંચો - એમએસ ધોનીની નિવૃત્તિ મુદ્દે રૈનાએ આપ્યું મોટું નિવેદન  ચહલે સૌથી પહેલા જસપ્રીત બુમરાહ સાથે વાતચીત કરી હતી. ચહલે મજાક-મજાકમાં કહ્યું હતું કે બુમરાહ સાથે વાત કરવા માટે મોટી રકમ ચુકવવી પડે છે. બુમરાહ સાથે વાત કરવા માટે તેણે તેના મેનેજરને 50 લાખ રુપિયા આપ્યા છે. ચહલની આ વાત પર બુમરાહે હસતા-હસતા કહ્યું હતું કે હું ન્યૂઝીલેન્ડમાં પ્રથમ વખત આવ્યો છું અને મને અહીં મજા આવી રહી છે. અત્યાર સુધી ઘણું સારું રહ્યું છે. આ પછી ચહલે બુમરાહને પૂછ્યું કે તમે મારી સાથે ડીનર પર કેમ નથી આવતા. આ પર બુમરાહે કહ્યું હતું કે જો તમે બોલાવશો હું જરુર આવીશ.
  Published by:Ashish Goyal
  First published: