હું પણ સામાન્ય માણસ છું, મને પણ ગુસ્સો આવે છે : મહેન્દ્રસિંહ ધોની

News18 Gujarati
Updated: October 16, 2019, 6:39 PM IST
હું પણ સામાન્ય માણસ છું, મને પણ ગુસ્સો આવે છે : મહેન્દ્રસિંહ ધોની
હું પણ સામાન્ય માણસ છું, મને પણ ગુસ્સો આવે છે : મહેન્દ્રસિંહ ધોની

હું કોઈ બીજાની સરખામણીએ પોતાની ભાવનાઓને વધારે સારી રીતે કાબુમાં રાખું છું - ધોની

  • Share this:
મહેન્દ્રસિંહ ધોની (Mahendra Singh Dhoni) ભાવનાઓ વ્યક્ત કરતો નથી પણ આ દિગ્ગજે કેપ્ટને કહ્યું હતું કે તે પણ સામાન્ય માણસની જેમ વિચારે છે પણ નકારાત્મક વિચારો ઉપર નિયંત્રણ રાખવાના મામલે તે બીજાની સરખામણીએ શાનદાર છે.

પોતાના શાંત સ્વભાવના કારણે ભારતીય ક્રિકેટમાં (Indian Cricket) તેને કેપ્ટન કૂલની ઉપમા મળી છે. બે વખત વર્લ્ડ ચેમ્પિયન ટીમની આગેવાની કરનાર આ વિકેટકીપર બૅટ્સમેને કહ્યું હતું કે દરેક જીત અને હાર દરમિયાન ભાવનાઓ તેની ઉપર હાવી રહી હતી.

ધોનીએ કહ્યું હતું કે હું પણ સામાન્ય માણસ છું પણ હું કોઈ બીજાની સરખામણીએ પોતાની ભાવનાઓને વધારે સારી રીતે કાબુમાં રાખું છું. જુલાઈમાં વર્લ્ડ કપ સેમિ ફાઇનલમાં ભારતના પરાજય પછી ધોની(MS Dhoni)ના ભવિષ્યને લઈને અટકળો લગાવવામાં આવી રહી છે. તેણે હાલ કેટલાક સમય માટે આરામ લીધો છે.આ પણ વાંચો - 50 તોલાની સોનાની ચેઈન પહેરી આ ક્રિકેટરે અપાવી વાસ્તવના સંજય દત્તની યાદ

ધોનીએ વિપરિત પરિસ્થિતિઓ પાર પાડવાના સંબંધમાં કહ્યું હતું કે દરેકની જેમ હું પણ નિરાશ થાવ છું. ઘણી વખત મને પણ ગુસ્સો આવે છે પણ મહત્વપૂર્ણ એ છે કે તેમાંથી કોઇ પણ ભાવના રચનાત્મક નથી. ધોનીએ કહ્યું હતું કે ભાવનાઓની સરખામણીએ હાલ શું કરવું જોઈએ તે વધારે મહત્વપૂર્ણ છે. આગામી શું બાબત છે જેની હું યોજના બનાવી શકું? તે આગામી કોણ વ્યક્તિ છે જેનો ઉપયોગ કરી શકું છું? એક વખત જ્યારે હું આ વિચારવા લાગું છું તો હું ફરી પોતાની ભાવનાઓને શાનદાર રીતે કાબુ કરી લઉ છું.ધોનીએ કહ્યું હતું કે જો તે ટેસ્ટ મેચમાં છે તો તમારી પાસે બે ઇનિંગ્સ હોય છે અને તમારે પોતાની આગામી રણનિતી તૈયાર કરવા માટે થોડો વધારે સમય મળે છે. ટી-20માં બધુ ફાસ્ટ હોય છે અને તેમાં અલગ પ્રકારના વિચારની જરુર હોય છે.
First published: October 16, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading