એમએસ ધોનીએ બચાવ્યો પક્ષીનો જીવ, પુત્રી ઝીવાએ પોસ્ટ કરી તસવીર

News18 Gujarati
Updated: June 10, 2020, 3:45 PM IST
એમએસ ધોનીએ બચાવ્યો પક્ષીનો જીવ, પુત્રી ઝીવાએ પોસ્ટ કરી તસવીર
એમએસ ધોનીએ બચાવ્યો પક્ષીનો જીવ, પુત્રી ઝીવાએ પોસ્ટ કરી તસવીર

ટીમ ઇન્ડિયાનો વિકેટકીપર અને પૂર્વ કેપ્ટન એમએસ ધોની (MS Dhoni) ભલે ક્રિકેટના મેદાનથી દૂર હોય પણ તે સતત ચર્ચામાં રહે છે

  • Share this:
નવી દિલ્હી : ટીમ ઇન્ડિયાનો વિકેટકીપર અને પૂર્વ કેપ્ટન એમએસ ધોની (MS Dhoni) ભલે ક્રિકેટના મેદાનથી દૂર હોય પણ તે સતત ચર્ચામાં રહે છે. મંગળવારે ધોની ફરી એક વખત ચર્ચામાં આવી ગયો જ્યારે તેની પુત્રી ઝીવાએ પ્રશંસકોને બતાવ્યું કે તેના પિતા એમએસ ધોની અને માતા સાક્ષીએ એક પક્ષીનો જીવ બચાવ્યો છે.

ઝીવાના (Ziva Dhoni)ઇંસ્ટાગ્રામ એકાઉન્ટથી એક પોસ્ટ અપલોડ કરવામાં આવી છે. જેમાં ધોનીની હાથમાં એક પક્ષી બેઠેલું છે. ઝીવાની પોસ્ટ પ્રમાણે પક્ષી તેમના ઘરે બેભાન પડેલું હતું. આ પછી ધોનીએ પાણી પીવડાવીને તેનો જીવ બચાવ્યો હતો.

આ પણ વાંચો  - ICCએ બોલ પર લારના ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો, બે ચેતવણી પછી થશે દંડ
ઝીવાએ ઇંસ્ટાગ્રામ પર લખ્યું છે કે આજે અમારી લોનમાં એક પક્ષી બેભાન પડેલું હતું. મેં મમ્મી અને પાપાને બોલાવ્યા હતા. પાપાએ તે પક્ષીને હાથમાં લીધું અને તેને પાણી પીવડાવ્યું હતું. થોડાક સમય પછી પક્ષીએ આંખ ખોલી હતી. અમે બધા ઘણા ખુશ થયા હતા. અમે પક્ષીને એક ટોકરીમાં પત્તા પર રાખ્યું હતું. મમ્મીએ બતાવ્યું કે આ તાંબટ પક્ષી છે જેને કોપર સ્મિથ કહેવામાં આવે છે. કેટલું વ્હાલું પક્ષી છે. આ પછી તે અચાનક ઉડી ગયું હતું. હું તેને પોતાની પાસે રોકવા માંગતી હતી પણ મમ્મીએ બતાવ્યું કે તે પોતાની માતા પાસે ગયું છે. મને વિશ્વાસ છે કે હું તેને ફરીથી જોઈ શકીશ.

કોરોનાના કારણે ક્રિકેટ સાવ બંધ છે પણ ધોની સતત ચર્ચામાં રહે છે. લૉકડાઉન દરમિયાન ધોનીના લુકથી લઈને તેની બાઇક રાઇડિંગ સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઇ છે. હાલમાં ધોનીએ એક ટ્રેક્ટર ખરીદ્યું છે. કહેવાય છે કે રાંચીમાં પોતાના ફાર્મ હાઉસમાં ધોની ખેતી શરુ કરવાનો છે.
First published: June 10, 2020, 3:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading