ભારતીય ટીમના ફાસ્ટ બોલર ઇશાંત શર્માએ કહ્યું હતું કે મહેન્દ્રસિંહ ધોનીએ તેની કારકિર્દી દરમિયાન ઘણી મદદ કરી હતી. ઇશાંતે કહ્યું હતું કે જ્યારે હું માહી (ધોની)ભાઈની ટીમમાં રમ્યો તો તેમણે હંમેશા મારો સાથ આપ્યો હતો. તેમણે ઘણી વખત મને ટીમમાંથી બહાર થવાથી બચાવ્યો હતો. ઘણી વખત મને લાગ્યું કે હું ડ્રોપ થઈ જઈશ પણ હું ટીમમાં હતો. ઇશાંત શર્મા આઈપીએલ-12માં રમશે. તેમે મીડિયા સાથેની વાતચીતમાં આ વાત કહી હતી.
ધોની અને વર્તમાન કેપ્ટન વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં શું અંતર છે તેવા સવાલના જવાબમાં ઇશાંતે કહ્યું હતું કે ધોની ટીમ માટે મોટી હસ્તી છે. તે કેપ્ટનની પણ મદદ કરે છે. તે એક આદર્શ વ્યક્તિત્વ છે. ટીમની સાથે ધોનીનો મતલબ શું છે તે તમે શબ્દોમાં વ્યક્ત કરી શકો નહીં.
વિરાટ કોહલી વિશે ઇશાંતે કહ્યું હતું કે ટીમમાં સીનિયર હોવાના કારણે વિરાટ મારી પાસે આવે છે અને કહે છે કે હું જાણું છું કે તમે થાકેલા છો પણ એક સીનિયર હોવાના કારણે તમારે ટીમ માટે સારી બોલિંગ કરવાની છે. મને તમારા ઉપર વિશ્વાસ છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા વર્ષોમાં ઇશાંત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાં પ્રભાવશાળી પ્રદર્શન કર્યું છે. તે આ ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાનો મહત્વનો ભાગ છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર