Home /News /sport /

ધોનીને કોલ કરવાથી બદલાયુ પંતનું નસીબ, ડેબ્યૂના એક વર્ષની અંદર જ મળ્યું ICCનું ઇનામ

ધોનીને કોલ કરવાથી બદલાયુ પંતનું નસીબ, ડેબ્યૂના એક વર્ષની અંદર જ મળ્યું ICCનું ઇનામ

રિષભ પંતને આઈસીસીએ 2018ના ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ યર તરીકે પસંદ કર્યો

રિષભ પંતને આઈસીસીએ 2018ના ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ યર તરીકે પસંદ કર્યો

    રિષભ પંતે જ્યારે ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું તો તેને લોકો ટી-20 ક્રિકેટનો એવો બેટ્સમેન માનતા હતા જે મેદાન ઉપર ઉતરીને ફક્ત આક્રમક બેટિંગ કરવા માટે જાણીતો હતો. પંતને વિકેટકીપરના રુપમાં પણ ક્રિકેટ એક્સપર્ટ ફેલ કરી ચૂક્યા હતા. જોકે આજે ટીમ ઇન્ડિયાનો આ ખેલાડી આઈસીસીનું મોટુ સન્માન મેળવી ચૂક્યો છે. રિષભ પંતને આઈસીસીએ 2018ના ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ યર તરીકે પસંદ કર્યો છે. તેમાં પણ મોટી વાત એ છે કે તેની આઈસીસી ટેસ્ટ ઇલેવનમાં વિકેટકીપર તરીકે પસંદગી થઈ છે. જેમાં વિરાટ કોહલી અને બુમરાહ જેવા ખેલાડી પણ છે.

    આ સફળતા પાછળ પંતની મહેનત તો છે જ. આ સિવાય તેની સફળતા પાછળ ધોનીનો પણ મોટો ફાળો છે. ક્રિકેટ એક્સપર્ટ બતાવે છે કે ધોનીએ પ્રેક્ટિસ સેશન દરમિયાન, મેચના સમયે, ટીમની બહાર હતો ત્યારે પણ પંતને પ્રોત્સાહન આપ્યું હતું. ધોનીએ પંતને તક આપવા માટે ઓસ્ટ્રેલિયા સામે ટી-20 શ્રેણીમાંથી પોતાનું નામ પાછુ ખેચી લીધું હતું. ટી-20 શ્રેણી રમ્યા પછી પંતે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રેણીમાં પણ પોતાનો દમ બતાવ્યો હતો. તેણે 50થી વધારે એવરેજથી રન બનાવ્યા હતા. વિરાટ પછી સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન રહ્યો હતો.

    આ પણ વાંચો - કોહલીએ ઇતિહાસ રચ્યોઃ ICCએ વન-ડે, ટેસ્ટ અને ક્રિકેટર ઓફ ધ યરના ખિતાબથી નવાજ્યો

    ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વોન સાથેની ખાસ વાતચીતમાં શાસ્ત્રીએ ધઓની અને પંત વિશે મોટો ખુલાસો કર્યો હતો. શાસ્ત્રીના મતે પંત ધોનીને પોતાનો હીરો માને છે. મને લાગે છે કે ટેસ્ટ શ્રેણી દરમિયાન તેણે બીજા અન્ય કરતા એમએસ ધોની સાથે વધારે વાતચીત કરી હતી. રિપોર્ટ પ્રમાણે ઓસ્ટ્રેલિયા પ્રવાસે પંત રોજ ધોનીને ફોન કરતો હતો અને પોતાની રમતને લઈને સલાહ લેતો હતો. જેનો ફાયદો પંતને થયો હતો.

    સફળતા પાછળ ધોનીનો હાથ હોય તેવો પંત પહેલો ખેલાડી નથી. આ પહેલા ધોનીએ રોહિત શર્માને ઓપનર બનાવી તેનું નસીબ બદલાવી નાખ્યું હતું. અશ્વિન, જાડેજા અને રૈનાની સફળતામાં પણ ધોનીનો હાથ છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Award, Ms dhoni, Rishabh pant, આઇસીસી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन