ICC World Cup: આ છે ટીમ ઈન્ડિયાના 3 સૌથી મજબૂત ક્રિકેટર

News18 Gujarati
Updated: June 20, 2019, 2:09 PM IST
ICC World Cup: આ છે ટીમ ઈન્ડિયાના 3 સૌથી મજબૂત ક્રિકેટર
ટીમ ઈન્ડિયાના 3 સૌથી તાકાતવાન પ્લેયર્સ

ટોપ-3માં વિરાટ કોહલીનું નામ નહીં, કયા ધોરણે નક્કી કરવામાં આવ્યા નામ

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : વર્લ્ડ કપ 2019માં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ટીમ ઈન્ડિયાના બેટ્સમેન, બોલર્સ જોરદાર ફોર્મમાં છે અને ઉત્તમ પ્રદર્શન કરી રહ્યા છે. ટીમની ફિલ્ડિંગ પણ ટોપ ક્લાસ છે. ભારતીય ટીમના સારા પ્રદર્શનનું કારણ તેમની શાનદાર ફિટનેસ છે. ભારતની પાસે શંકર બાસુ જેવા સ્ટ્રેન્થ અને કન્ડિશનિંગ કોચ છે જે પ્લેયર્સના ભોજન અને વર્કઆઉટનું ધ્યાન રાખે છે. બાસુએ બુધવારે ટીમ ઈન્ડિયાના પ્લેયર્સની ફિટનેસ પર વાતચીત કરી. તેમણે પત્રકારોને ભારતના ત્રણ સૌથી તાકાતવાન ક્રિકેટર્સ વિશે જણાવ્યું. આશ્ચર્યની વાત એ છે કે આ તાકાતવાન પ્લેયર્સમાં વિરાટ કોહલીનું નામ નથી.

ધોની છે સૌથી તાકાતવાન પ્લેયર

ભલે વિરાટ કોહલીની ફિટનેસ જોરદાર હોય, પરંતુ જ્યારે વાત તાકાતની હોય છે તેમાં ધોની સૌથી આગળ હોય છે. શંકર બાસુએ જણાવ્યું કે ટીમ ઈન્ડિયામાં સૌથી વધુ તાકાતવના પ્લેયર એમ એસ ધોની છે. તે ખૂબ મજબૂત છે. ધોનીની તાકાતનો અંદાજ તેમના પગોના મસલ્સ જોઈ લગાવી શકાય છે. બોલિવૂડ એક્ટર જોન અબ્રાહમે એક ઇન્ટરવ્યૂમાં ધોનીના પગોના મસલ્સ પર આશ્ચર્ય વ્યક્ત કરવામાં આવ્યું હતું.

તાકાતના મામલામાં બીજા નંબરે ઋષભ પંત છે. શંકર બાસુએ પંતને ખૂબ તાકાતવના પ્લેયર ગણાવ્યો. પંતના પગોના મસલ્સ પણ ધોનીની જેમ તાકાતવાન છે.

પવન નેગી છે ત્રીજા નંબરે

શંકર બાસુએ સૌથી તાકાતવાન પ્લેયર્સમાં ત્રીજું નામ પવન નેગીનું લીધું. પવન નેગી આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે રમે છે. તે ભારત માટે એક ટી-20 મેચ પણ રમી ચૂક્યો છે. બાસુ મુજબ, આ ત્રણેય પ્લયર્સ પહાડી છે, જે તેમને મજબૂત બનાવે છે.
Loading...

શંકર બાસુએ વિરાટ કોહલીની ફિટનેસ ઉપર પણ ખુશી વ્યક્ત કરી. બાસુએ કહ્યું કે, કોઈ પણ કોચ વિરાટને જોઈને ખુશ થશે. તેની સૌથી મોટી બાબત એ છે કે તે આખું વર્ષ કંટાળાજનક કસરતો કરવાન માટે તૈયાર રહે છે. તે પોતાના શરીરને જાણે છે.

આ પણ વાંચો, ઋષભ પંતને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવા પર ICCએ આપ્યો આ જવાબ
First published: June 20, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...