ધોનીએ તોડ્યુ મૌન, જણાવ્યું કેમ છોડી વનડે-T20ની કેપ્ટન્સી

હાલમાં જ રાંચીના બિરસા મુંદા એરપોર્ટ પર સીઆઈએસએફ સાથે એક મોટિવેશનલ પ્રોગ્રામ દરમિયાન ધોનીએ વનડે અને ટી-20ની કેપ્ટનસી છોડવા પાછળનો ખુલાસો કર્યો.

News18 Gujarati
Updated: September 13, 2018, 6:00 PM IST

ભારતીય ક્રિકેટ ઈતિહાસના સૌથી સફળ કેપ્ટનોમાંથી એક મહેન્દ્ર સિંહ ધોની મેદાનમાં વિરોધી ટીમોને ધૂળ ચટાડવા માટે પોતાના મગજનો હથિયારના રૂપમાં ભરપૂર ઉપયોગ કરતો હતો. 2017માં ધોનીએ કેપ્ટનસી (વનડે ફોર્મેટ) છોડવાનો નિર્ણય કર્યો અને વિરાટ કોહલીને પોતાનો ઉત્તરાધિકારી બનાવવાનો રસ્તો બનાવી આપ્યો.

ધોનીનું કેપ્ટનસીથી હટવું ભારતીય પ્રશંસકો માટે કોઈ દુ:ખદ ઘટનાથી ઓછું ન હતું, કેમ કે, ધોનીએ અચાનક આ નિર્ણય લીધો હતો. જોકે, આ પ્રથમ વખત નહતું કે ધોનીએ કોઈને પણ ગંધ આવ્યા વગર કેપ્ટનસી છોડી હોય.

ડિસેમ્બર 2017માં ધોનીએ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ સિરીઝ વચ્ચે જ અચાનક ટેસ્ટ કેપ્ટનસી છોડી દીધી હતી. તે ઉપરાંત તેમને ટેસ્ટ ક્રિકેટથી પણ તાત્કાલિત નિવૃતિ લેવાની જાહેરાત કરી નાંખી હતી.

હાલમાં જ રાંચીના બિરસા મુંદા એરપોર્ટ પર સીઆઈએસએફ સાથે એક મોટિવેશનલ પ્રોગ્રામ દરમિયાન ધોનીએ વનડે અને ટી-20ની કેપ્ટનસી છોડવા પાછળનો ખુલાસો કર્યો.

એક રિપોર્ટ અનુસાર ધોનીએ કહ્યું, મે કેપ્ટનસી એટલા માટે છોડી દીધી કેમ કે, હું ઈચ્છતો હતો કે, એક નવો કેપ્ટન (વિરાટ કોહલી)ને 2019ના વર્લ્ડકપથી પહેલા એક ટીમ તૈયાર કરવા માટે પર્યાપ્ત સમય મળે.

ટીમ ઈન્ડિયાના 37 વર્ષના અનુભવી વિકેટકિપર બેટ્સમેનને કહ્યું, નવા કેપ્ટન (વિરાટ કોહલી)ને ઉચિત આપયા વગર એક મજબૂત ટીમને પસંદ કરવી સંભવ નથી. મારૂ માનવું છે કે, મે સાચા સમયે કેપ્ટનસી છોડી હતી.
તે ઉપરાંત ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ટેસ્ટ સિરીઝમાં ભારતના નિરાશાજનક પ્રદર્શન વિશે પૂછવા પર ધોનીએ કહ્યું કે, પ્રેક્ટિસ મેચોની ઉણપ ના કારણે ભારતીય બેટ્સમેનોને અપમાનજનક પરિસ્થિતિઓમાંથી પ્રસાર થવું પડ્યું.
First published: September 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...