મોટો ખુલાસો : નિવૃત્તિની જાહેરાત પછી ધ્રૂસકે-ધ્રૂસકે રડ્યો હતો એમએસ ધોની!

News18 Gujarati
Updated: August 17, 2020, 4:38 PM IST
મોટો ખુલાસો : નિવૃત્તિની જાહેરાત પછી ધ્રૂસકે-ધ્રૂસકે રડ્યો હતો એમએસ ધોની!
મોટો ખુલાસો : નિવૃત્તિની જાહેરાત પછી ધ્રૂસકે-ધ્રૂસકે રડ્યો હતો એમએસ ધોની!

ચેન્નઇ સુપર કિંગ્સે પણ નિવૃત્તિની જાહેરાત પછી એક વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો

  • Share this:
નવી દિલ્હી : ભારતને બે વખત વર્લ્ડ કપ અપાવનાર કેપ્ટન એમએસ ધોનીએ (MS Dhoni Retirement)15 ઓગસ્ટની સાંજે 7.29 મિનિટે ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. ધોનીની નિવૃત્તિની જાહેરાત પછી તરત જ સુરેશ રૈનાએ પણ નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. કહેવામાં આવી રહ્યું છે કે બંનેએ 15 ઓગસ્ટના રોજ નિવૃત્તિની લેવાનો નિર્ણય એટલા માટે કર્યો કારણ કે આ વર્ષે ભારતની આઝાદીના 73 વર્ષ પૂરા થયા હતા. ધોનીનો જર્સી નંબર 7 અને રૈનાનો જર્સી નંબર 3 ને ભેગો કરવામાં આવે તો 73 થાય છે. ક્રિકેટની દુનિયામાં ધોની અને રૈનાની દોસ્તીની ઘણી ચર્ચા થાય છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે નિવૃત્તિની જાહેરાતનો દિવસ બંને માટે ઘણો ખાસ હતો. નિવૃત્તિની જાહેરાત કર્યા પછી બંને એકબીજાને ભેટીને ઘણા રડ્યા હતા. આટલું જ નહીં તે રાત્રે પાર્ટી પણ કરી હતી. ચેન્નઇ સુપર કિંગ્સે પણ તેમની જાહેરાત પછી એક વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો.

આ પણ વાંચો - ધોનીની રાજનીતિમાં થઈ શકે છે એન્ટ્રી! BJPએ આપી ઓફર, બીજા પક્ષ પણ સ્વાગત માટે તૈયારએમએસ ધોનીની પત્ની સાક્ષીએ પણ ઇંસ્ટાગ્રામ પર ધોનીની તસવીર શેર કરતા કહ્યું હતું કે તેમણે પોતાના પેશનને અલવિદા કરતા પોતાના આંસુને રોકી રાખ્યા હશે. સાક્ષીએ કહ્યું હતું કે તમે જે પણ કાંઈ મેળવ્યું છે તેના પર તમને ગર્વ થવો જોઈએ. રમતને પોતાનું સર્વશ્રેષ્ઠ આપવા માટે તમને અભિનંદન. મને તમારી સિદ્ધિઓ પર એક માણસ તરીકે તમારી ઉપર ગર્વ છે. મને વિશ્વાસ છે કે તમે પોતાના પેશનને અલવિદા કહેતા સમયે પોતાના આંસુઓને રોકી રાખ્યા હશે.

ધોની અને રૈના બન્ને દિગ્ગજ આઈપીએલમાં રમતા રહેશે. ધોનીના નજીકના મિત્રએ પણ કહ્યું હતું કે ધોની આઈપીએલના આગામી બે ત્રણ સિઝનમાં રમતા રહેશે.
Published by: Ashish Goyal
First published: August 17, 2020, 4:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading