Home /News /sport /

ધોનીએ પોતાના નામના પેવેલિયનનું ઉદ્ઘાટન કરવાની કેમ પાડી ના, જાણો કારણ

ધોનીએ પોતાના નામના પેવેલિયનનું ઉદ્ઘાટન કરવાની કેમ પાડી ના, જાણો કારણ

ધોનીએ પોતાના નામના પેવેલિયનનું ઉદ્ઘાટન કરવાની કેમ પાડી ના, જાણો કારણ

ઓસ્ટ્રેલિયા સામે 8 માર્ચે ધોનીની હોમટાઉનમાં અંતિમ મેચ બની શકે છે

    એ વાત બધાને ખબર છે કે મહેન્દ્રસિંહ ધોની એકદમ સરળ વ્યક્તિત્વનો ધની છે. તે હંમેશા લાઇમલાઇટથી દૂર રહેવાનો પ્રયત્ન કરે છે. આવો જ વધુ એક દાખલો જોવા મળ્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વન-ડે પહેલા રાંચીમાં જેએસસીએ સ્ટેડિયમમાં તેના નામ પર રાખવામાં આવેલ પેવેલિયનનું ઉદ્ઘાટન કરવાની વિનમ્રતાથી ના પાડી દીધી હતી.

    વાનખેડે સ્ટેડિયમમાં સુનીલ ગાવસ્કર સ્ટેન્ડ અને ફિરોઝશાહ કોટલામાં વીરેન્દ્ર સેહવાગના ગેટની જેમ ઝારખંડ ક્રિકેટ એસોસિયેશન (જેએસસીએ)માં હવે ‘મહેન્દ્ર સિંહ ધોની પેવેલિયન’હશે.

    આ પણ વાંચો - રિષભ પંત, કેદાર જાધવને 75 લાખની કારમાં બેસાડી ઘરે લઇ ગયો ધોની, વીડિયો વાયરલ

    જેએસસીએના સચિવ દેબાશીષ ચક્રવર્તીએ બુધવારે કહ્યું હતું કે ગત વર્ષે એજીએમમાં નોર્થ બ્લોકનું નામકરણ ધોનીના નામ ઉપર રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જોકે ધોની તેનું ઉદ્ઘાટન કરવા માટે તૈયાર થયો ન હતો. ચક્રવર્તીએ કહ્યું હતું કે અમે ધોનીને આગ્રહ કર્યો હતો પણ તેણે કહ્યું હતું કે દાદા પોતાના જ ઘરમાં શું ઉદ્ઘાટન કરવાનું. તે હજુ પણ પહેલા જેવો જ વિનમ્ર છે.

    ઓસ્ટ્રેલિયા સામે 8 માર્ચે ધોનીની હોમટાઉનમાં અંતિમ મેચ બની શકે છે. જેએસસીએના શીર્ષ અધિકારીએ કહ્યું હતું કે તેમણે આ માટે કોઈ વિશેષ યોજના બનાવી નથી. ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચની શ્રેણીમાં 2-0થી આગળ છે. ભારત રાંચીમાં રમાનાર મેચમાં જીત મેળવશે તો શ્રેણીમાં અજેય લીડ મેળવી લેશે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Ms dhoni, Ranchi

    આગામી સમાચાર