નવી દિલ્હી: પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને સોમવાર ભારતના ત્રીજા સર્વોચ્ચ સન્માન પદ્મભૂષણથી સન્માનિત કરાયો. ધોનીને આ સન્માન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંગે આપ્યું. લેફ્ટિનેન્ટની માનદ પદવીથી સન્માનિત ધોની સૈન્યના ડ્રેસમાં પદ્મભૂષણ લેવા માટે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યો હતો.
રસપ્રદ વાત એ છે કે, ધોનીની કેપ્ટનશિપમાં ભારતે 7 વર્ષ પહેલા 2 એપ્રિલે જ વર્લકપ જીત્યો હતો. અહીં તેણે ફાઈનલમાં શ્રીલંકાના હરાવ્યું હતું. હવે આ જ દિવસે ધોનીને પદ્મભૂષણ મળ્યો છે. ધોની ઉપરાંત ક્યૂ (બિલિયર્ડ્ઝ) ખેલાડી પંકજ અડવાણીને પણ પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યો.
#WATCH Billiards player Pankaj Advani and Cricketer MS Dhoni conferred with Padma Bhushan by President Ram Nath Kovind at Rashtrapati Bhawan in Delhi pic.twitter.com/XgPTHWsxBl
ધોનીને આ પહેલા 2007માં દેશના સર્વોચ્ચ ખેલ સન્માન રાજીવ ગાંધી ખેલ રત્ન, જ્યારે 2009માં દેશના ચોથા સર્વોચ્ચ સન્માન પદ્મશ્રીથી નવાઝવામાં આવ્યો હતો. ધોનીની જેમ પંકજ પણ પોતાની રમતમાં ખૂબ જ સફળ રહ્યો છે અને તેણે 2006 તથા 2010માં એશિયન ગેમ્સમાં સ્વર્ણચંદ્રક જીત્યા છે. ધોનીની પહેલા 10 ક્રિકેટરોને આ સન્માન પ્રાપ્ત થયા છે. આ યાદીમાં સચિન તેંડુલકર, સુનીલ ગાવસ્કર, કપિલ દેવ, રાહુલ દ્રવિડ, ચંદુ બોર્ડે, પ્રેફેસન ડીબી દેવધર, સીકે નાયડૂ, લાલા અમરનાથ, રાજા ભાલેન્દ્ર સિંહ અને વિજય આનંદનો સમાવેશ થાય છે. આમ ધોની પદ્મભૂષણ મેળવનાર 11મો ખેલાડી બની ગયો છે.
ધોનીએ પદ્મભૂષણ પણ અનોખી અંદાજમાં લેવા માટે પહોંચ્યો હતો. ધોની સૈનાના ડ્રેસમાં સૈનાના જવાનનાં અંદાજમાં વોક કરીને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પાસે પદ્મભૂષણ સ્વીકારવા માટે ગયો હતો. આ દરમિયાન ધોનીની પત્ની સાક્ષી પણ હાજર હતી. આમ ધોનીએ દેશની સાથે આર્મીનો પણ દિલ જીતી લીધો હતો. સોશિયલ મીડિયા પર પણ ધોનીના પેટભરીને વખાણ થઈ રહ્યાં છે, તેવામાં આખું ભારત વર્ષ ધોનીની સ્ટાઈલને લઈને તેના પર ફિદા થઈ ગયું હતું.
ધોનીની ફેવરેટ નંબર સાત છે, તેવામાં તેને વર્લ્ડકપ જીતાડ્યાના સાત વર્ષે જ પદ્મભૂષણથી નવાજવામાં આવ્યો છે. ધોનીનો 07 નંબર ફેવરેટ છે, તેવામાં સાત નંબર પણ ધોનીનો સાથ છોડતો નથી, તે તેને ધોનીને એક મહત્વપૂર્ણ સન્માન આપીને સાબિત કરી દીધું છે.