પુત્રી જીવાના સ્કૂલ ફંક્શનમાં પહોંચ્યો ધોની, વીડિયો થયો વાયરલ
પુત્રી જીવાના સ્કૂલ ફંક્શનમાં પહોંચ્યો ધોની, વીડિયો થયો વાયરલ
Ziva MS Dhoni : પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અને સાક્ષીના ઘરે દીકરીનો જન્મ થયો ત્યારે કેપ્ટન કૂલે તેનું નામ ઝીવા રાખ્યું હતું. ઝીવાનો અર્થ થાય છે એક દિવ્ય પ્રકાશ. ઈશ્વરનો દિવ્ય પ્રકાશ એટલે ઝીવા.
ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પોતાનો મોટાભાગનો ફ્રિ સમય પોતાના પરિવાર સાથે ગાળવાનું પસંદ કરે છે. તે કારણે જ જ્યારે તેઓ ટીમ સાથે હોતા નથી ત્યારે તેઓ પોતાના ઘરે પરિવાર સાથે સમય પ્રસાર કરે છે. હાલમાં ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકામાં ટેસ્ટ સિરીઝ રમી રહી છે, તેવામાં ધોની પોતાનો ફ્રિ સમય પોતાના પરિવારને આપી રહ્યાં છે. હાલમાં ધોની પોતાની લાડકવાયી દિકરી જીવાની શાળાના એન્યુઅલ ડેના કાર્યક્રમમાં નજરે પડ્યો હતો. જીવાનો આ પ્રથમ એન્યુઅલ ફંક્શન હતો.
ધોની પુત્રીના શાળામાં પહોંચ્યો અને ત્યાં જીવા સાથે બીજા બાળકો સાથે કાર્યક્રમની ઉજવણી કરી હતી. સોશિયલ મીડિયા પર જીવાના ડાન્સ સાથે ધોનીનો પણ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જીવા ધોનીના ખોળામાં બેસી છે અને ધોની બાકીના બાળકો સાથે વાતચીત કરતો નજરે પડી રહ્યો છે. તેમની પુત્રી જીવા સાથેનો તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.