MS Dhoniએ પાળ્યા છે અશ્વ, શ્વાન, મકાઉ, ઘરમાં જ બનાવ્યું છે અડધુ 'ઝૂ', જુઓ Video
MS Dhoniએ પાળ્યા છે અશ્વ, શ્વાન, મકાઉ, ઘરમાં જ બનાવ્યું છે અડધુ 'ઝૂ', જુઓ Video
MS Dhoni Pet Pony : એમ.એસ.ધોનીના અશ્વ પોની સાથેની તસવીર વાયરલ
MS Dhoni Pet Pony: મહેન્દ્રસિંઘ ધોનીની પોતાના મીની અશ્વ પોની સાથેની તસવીર વાયરલ થઈ છે. જોકે, પત્ની સાક્ષીએ તેના તમામ પ્રિય પ્રાણી, પક્ષીઓનો એક વીડિયો શેર કર્યો છે.
MS Dhoni Pets : ટીમ ઈન્ડિયાનો પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંઘ ધોની તેના પ્રાણી પ્રત્યેના પ્રેમ માટે જાણીતો છે (MS dhoni Pets) ધોનીએ પોતાના રાંચીમાં આવેલા ફાર્મહાઉસ કૈલાસપતિમાં અડધુ ઝૂ બનાવ્યું છે. ધોની પાસે અહીંયા જુદી જુદી પ્રજાતિના શ્વાન, ઘોડા, પક્ષીઓ છે. ધોનીએ ઘરમાં જ પ્રાણી અને પક્ષીઓને પાળ્યા છે. તાજેતરમાં જ ધોનીની એક તસવીર વાયરલ થઈ છે (MS Dhoni Vira Picture) આ વાયરલ તસવીરમાં ધોની પોતાના મીની અશ્વન પોનીને ખરાવતો જોવા મળે છે (MS Dhoni Feeding Pony) ત્યારે પત્ની સાક્ષીએ ધોનીના પાલુત પ્રાણીઓનો એક વીડિયો શેર કર્યો છે.
ધોનીએ ઝીવાને ગિફ્ટમાં આપ્યો હતો પોની
પોની પ્રજાતિનો અશ્વ એમ.એસ.ધોનીએ પોતાની બાળકી ઝીવાને ભેટમાં આપ્યો હતો. આ નાનકડો અશ્વ ઘોનીના લિવીંગમાં રૂમમાં જોવા મળે છે. આવું કામ ફક્ત ધોની જ કરી શકે છે. જોકે, ધોનીના ઘરમાં તેના તમામ પ્રાણીઓને રાખવામાં આવે છે.
તાજેતરમાં જ પત્ની સાક્ષીએ એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેણે લખ્યું હતું કે માહી તેના હની સાથે. આ હની મકાઉનું નામ છે. મકાઉ પોપટ ઉપરાંત સસલું પણ ધોનીના ઘરમાં રહે છે.
ધોની પાસે મારવાડાી અને પોની અશ્વનો સંગ્રહ છે. આ ઉપરાતં બે સફેદ હસ્કી શ્વાન છે જેનું નામ લીલી અને ગબ્બર છે. આ ઉપરાંત એક ડચ શેફર્ડ છે જેનું નામ ઝોયા છે. આ ઉપરાંત ચેતક નામનો એક મારવાડી ઘોડો પણ છે. ધોની સાથે તેના પોપટ, શ્વાન, ઘોડા ઘરમાં જ રહે છે. આ ઉપરાંત એક સસલું પણ પાળ્યું છે.
આ ફાર્મ હાઉસાં ધોનીએ વિન્ટેજ કાર અને બાઇકનો પણ સંગ્રહ કર્યો છે. ધોની જુદી જુદી પ્રકારની બાઇક ચલાવાવનો શોખીન છે તેણે પોતાના સંગ્રહમાં બાઇકનું કલેક્શન પણ રાખ્યું છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર