Home /News /sport /રાફેલ વિમાન ભારતીય વાયુ સેનામાં સામેલ થવા પર ધોનીએ અભિનંદન પાઠવ્યા, પોતાના મનપસંદ ફાઇટર જેટનું નામ જણાવ્યું

રાફેલ વિમાન ભારતીય વાયુ સેનામાં સામેલ થવા પર ધોનીએ અભિનંદન પાઠવ્યા, પોતાના મનપસંદ ફાઇટર જેટનું નામ જણાવ્યું

રાફેલ વિમાન ભારતીય વાયુ સેનામાં સામેલ થવા પર ધોનીએ અભિનંદન પાઠવ્યા

ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનો સેના પ્રેમ જગજાહેર છે

નવી દિલ્હી :  ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનો (Mahendra Singh Dhoni)સેના પ્રેમ જગજાહેર છે. ધોનીને ભારતીય સેનામાં લેફ્ટિનેન્ટ કર્નલનો માનક રેન્ક આપવામાં આવ્યો છે. ધોની હાલ આઈપીએલ રમવા માટે યૂએઈમાં (UAE)છે પણ ભારતીય એરફોર્સની મોટી સિદ્ધિ પર અભિનંદન આપવાનું ભૂલ્યો ન હતો. ગુરુવારે ફ્રાન્સથી ખરીદાયેલા પાંચ રાફેલ (Rafale)લડાકૂ વિમાન ઔપચારિક રૂપથી વાયુસેનામાં સામેલ થયા છે. ધોનીએ આ પ્રસંગે ટ્વિટ કરીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

ધોનીએ ટ્વિટ કરીને અભિનંદન પાઠવ્યા

ધોનીએ ટ્વિટ કરીને અભિનંદન પાઠવ્યા હતા. ધોનીએ લખ્યું કે ફાઇનલ ઇંડક્શન સેરેમની સાથે દુનિયાના બેસ્ટ 4.5 જનરેશન લડાકૂ વિમાન દુનિયાના બેસ્ટ લડાકૂ પાયલટને મળી ગયા. ભારતીય વાયુસેનામાં બેડામાં વિભિન્ન એરક્રાફ્ટ હોવાથી આપણા એરફોર્સની મારક ક્ષમતા વધારે વધશે.





આ પણ વાંચો - યુવરાજ સિંહ નિવૃત્તિ પાછી ખેંચશે બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીને લખ્યો પત્ર

આ પછી અન્ય એક ટ્વિટ કરતા લખ્યું કે વાયુ સેનાના ગોલ્ડન એરો સ્કાડ્રનમાં રાફેલ સામેલ થવા પર અભિનંદન. અમે આશા રાખીએ છીએ કે રાફેલ મિરાજ-2000ને પાછળ રાખી દેશે. જોકે સુખોઈ હજુ પણ મારું મનપસંદ છે. હવે જવાનોને ડોગફાઇટ માટે વધુ એક નવો લક્ષ્ય મળશે.
" isDesktop="true" id="1023553" >

અંબાલા એરબેસમાં વાયુસેનામાં સામેલ થયા રાફેલ

સર્વધર્મ પૂજા પછી રાફેલ લડાકૂ વિમાન ઔપચારિક રૂપથી ભારતીય વાયુસેનામાં સામેલ થયા છે. રાફેલ અંબાલા એરબેઝ પર 17 સ્કવોડ્રન ગોલ્ડન એરોજમાં સામેલ કરાયા છે. ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ફ્રાન્સના રક્ષામંત્રી ફ્લોરેંસ પાર્લેની ઉપસ્થિતિમાં રાફેલ વાયુસેનામાં સામેલ થયા હતા.
First published:

Tags: Indian Air Force, Mahendra singh dhoni, Ms dhoni, Rafale

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો