એમએસ ધોનીએ કરી મોટી ભૂલ, ઇંગ્લેન્ડને મળ્યું જીવનદાન

News18 Gujarati
Updated: June 30, 2019, 8:09 PM IST
એમએસ ધોનીએ કરી મોટી ભૂલ, ઇંગ્લેન્ડને મળ્યું જીવનદાન
એમએસ ધોનીએ કરી મોટી ભૂલ, ઇંગ્લેન્ડને મળ્યું જીવનદાન

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વર્લ્ડ કપની મેચમાં ટીમ ઇન્ડિયાએ વિકેટ લેવાની શાનદાર તક ગુમાવી દીધી

  • Share this:
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વર્લ્ડ કપની મેચમાં ટીમ ઇન્ડિયાએ વિકેટ લેવાની શાનદાર તક ગુમાવી દીધી હતી. આ તક ઇંગ્લેન્ડની બેટિંગ દરમિયાન 11મી ઓવરમાં જેસન રોય સામે આવી હતી. જોકે ભારતના ડીઆરએસ લેવાની ના પાડતા રોયને જીવનદાન મળ્યું હતું. જીવનદાનનો ફાયદો ઉઠાવી રોયે 66 રન બનાવ્યા હતા.

11મી ઓવર હાર્દિક પંડ્યાએ કરી હતી. આ ઓવરનો પાંચમો બોલ લેગ સાઇડ પર પડ્યો હતો. રોયે આ બોલ પર શોટ લગાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ બોલ વિકેટકીપર ધોની પાસે ગયો હતો. આ સમયે ધોની અને હાર્દિક પંડ્યાએ કેચની જોરદાર અપીલ કરી હતી. જોકે અમ્પાયર અલીમ દારે કેચની અપીલ ફગાવતા બોલને વાઇડ આપ્યો હતો.

આ પણ વાંચો - નિવૃત્તિ પછી નોકરી શોધી રહ્યો છે યુવરાજ સિંહ, ઇન્ટરવ્યૂનો વીડિયો વાયરલ

રિપ્લેમાં દેખાતું હતું કે બોલ રોયના ગ્લવ્ઝને અડી ગયો હતો


આ સમયે કેપ્ટન વિરાટ કોહલીએ ધોની અને પંડ્યા સાથે ડીઆરએસ લેવાને લઈને ચર્ચા કરી હતી. જોકે ધોની ડીઆરએસને લઈને સંતુષ્ઠ જોવા મળ્યો ન હતો. જેથી કોહલીએ ડીઆરએસ લીધો ન હતો. જોકે રિપ્લેમાં દેખાતું હતું કે બોલ રોયના ગ્લવ્ઝને અડી ગયો હતો.

રોયનું આ જીવનદાન ટીમ ઇન્ડિયાને મોઘું પડ્યું હતું. તેણે 66 રન બનાવ્યા હતા.
First published: June 30, 2019, 8:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading