વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે શ્રેણી પહેલા એક મોટી ખબર આવી રહી છે કે એમએસ ધોની વિજય હઝારે ટ્રોફીમાં રમી શકે છે. ધોની ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં ઝારખંડ તરફથી મેદાન પર ઉતરી શકે છે વિજય હઝારે ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલ મેચ 14 ઓક્ટોબરે અને સેમિફાઇનલ મેચ 17 ઓક્ટોબરે થવાની છે. રિપોર્ટ પ્રમાણે ધોનીએ આ નિર્ણય ખરાબ ફોર્મમાંથી બહાર આવવા માટે લીધો છે. ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે 21 ઓક્ટોબરથી પાંચ મેચની વન-ડે શ્રેણીનો પ્રારંભ થશે.
કેમ વિજય હઝારે ટ્રોફીમાં રમશે ધોની?
ધોની જ્યારથી ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે ત્યારથી તે ઘણી ઓછી મેચો રમી રહ્યો છે. ઓછી મેચોના કારણે ધોનીનું પ્રદર્શન સતત કથળી રહ્યું છે. છેલ્લા એક વર્ષમાં ધોનીએ 21 મેચમાં એકપણ સદી ફટકારી નથી. 50થી વધારે એવરેજ રાખનાર ધોની હાલ 30.41ની એવરેજથી જ રન બનાવી રહ્યો છે. આગામી વર્ષે વર્લ્ડ કપ છે અને ધોની ફોર્મમાં ન હોય તે ટીમ ઇન્ડિયા માટે પરેશાનીનો વિષય છે. આ જ કારણે ધોની હવે ઘરેલું ક્રિકેટમાં પણ રમતો જોવા મળી શકે છે.
વેસ્ટ ઇન્ડીઝ સામે પ્રથમ બે વન-ડે માટે જાહેર થયેલી ભારતીય ટીમમાં રિષભ પંતને સ્થાન આપવામાં આવ્યું છે. તેની ધોનીનો ઉત્તરાધિકારી માનવામાં આવે છે. હાલમાં પંતે બેટથી શાનદાર પ્રદર્શન કર્યું છે. જેથી પસંદગીકારો અને ટીમ ઇન્ડિયાને તેની પાસે વધારે આશા છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર