પ્રેક્ટિસ દરમિયાન 'દાદી' સાથે નજરે પડ્યો ધોની, આ અંદાજ બનાવે છે મહાન

પ્રેક્ટિસ દરમિયાન ‘દાદી’ સાથે નજર આવ્યો ધોની, આ અંદાજ બનાવે છે મહાન

ધોની અને દાદીની મુલાકાતનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે

 • Share this:
  એમએસ ધોની ભલે હાલ પોતાના નામ પ્રમાણે પ્રદર્શન ના કરી શકતો હોય પણ તેના પ્રશંસકોમાં હજુ દીવાનગી છે યથાવત્ છે. ધોનીની આવી જ દિવાનગી સિડનીમાં જોવા મળી હતી. જ્યાં 87 વર્ષની મહિલા એમએસ ધોનીને મળવા મેદાનમાં પહોંચી ગઈ હતી. ધોનીને જ્યારે આ વાતની ખબર પડી તો તેમને મળવા પહોંચ્યો હતો અને વયસ્ક મહિલા સાથે સમય પસાર કર્યો હતો. બંનેની મુલાકાતનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેને લોકો ઘણા પસંદ કરી રહ્યા છે.

  ધોનીએ વયસ્ક મહિલા સાથે ઘણી વાતચીત કરી હતી. આ મુલાકાત પછી ધોનીની ઘણી પ્રશંસા કરવામાં આવી રહી છે. ધોનીને મળી વયસ્ક મહિલાએ કહ્યું હતું કે હું નસીબવાળી છું કે મારી એમએસ ધોની સાથે મુલાકાત થઈ. મને ઘણું સારુ લાગ્યું હતું. મને તેના ઉપર ગર્વ છે. મહિલા પોતાના પુત્ર સાથે ધોનીને મળવા પહોંચી હતી. મહિલાના પુત્રએ કહ્યું હતું કે મારા દાદી માટે આ વિશેષ ક્ષણ છે. ધોની આજના જમાનાનો ડોન બ્રેડમેન છે.

  આ પણ વાંચો - એડિલેડ વન ડે પહેલાં ઓસ્ટ્રેલિયામાં વિરાટ-અનુષ્કાનો રોમેન્ટિક અંદાજ, તસવીરો વાયરલ  ઉલ્લેખનીય છે કે સિડની વન-ડેમાં ટીમ ઇન્ડિયાનો પરાજય થયો હતો. 15 જાન્યુઆરીએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી વન-ડે રમાશે. ત્રણ વન-ડે શ્રેણીમાં ભારત 0-1થી પાછળ છે.
  Published by:Ashish Goyal
  First published: